#Tubelight ટીઝર, સાલમાન સાબિત થયા બોલિવૂડના બાહુબલી
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ટ્યૂબલાઇટના ટીઝરને માત્ર બે કલાકની અંદર એક મિલિયનથી પણ વધૂ વ્યૂઝ મળ્યાં છે. આ એક રેકોર્ડ છે.
સલમાન ખાન ની ફિલ્મ ટ્યૂબલાઇટ નું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. સલમાનના ફેન્સ આ ટીઝરના વખાણ કરતાં થાકતા નથી. 2 મિનિટના આ ટીઝરમાં કબીર ખાને જે રીતે ફિલ્મની કહાણી દર્શકો સમક્ષ મુકી છે, એનાથી લોકો ફિલ્મ જોવા માટે વધુ આતુર બન્યા છે.
ટીઝર રિલીઝ થયાના માત્ર 2 કલાકની અંદર જ તેને 1 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યાં છે. આ પરથી જ સાબિત થાય છે કે, લોકો આ ફિલ્મ માટે કેટલા ઉત્સાહિત છે. 2 કલાકની અંદર 1 મિલિયનથી વધુ વ્યૂ એ પણ એક રેકોર્ડ છે. દરેક મિનિટે આ આંકડો વધી રહ્યો છે.

23 જૂનના રોજ થશે રિલીઝ
ટ્યૂબલાઇટ ફિલ્મ 23 જૂન, 2017ના રોજ ભારત અને ચીનમાં રિલીઝ થશે. ફિલ્મ માટે લોકોનો ક્રેઝ જોઇને એક વાત તો સ્પષ્ટ છે કે, સલમાનની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર અનેક રેકોર્ડ બનાવશે. આ ફિલ્મ 400 કરોડની કમાણી કરે એવી આશા છે. આ ફિલ્મની વાર્તા વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધના સમયની છે. બે ભાઇઓની આ વાર્તામાં એક ભાઇ યુદ્ધ દરમિયાન ગાયબ થઇ જાય છે અને બાજો ભાઇ(સલમાન) તેને શોધવા નીકળે છે.

ફેન્સ માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ
આ ટીઝર રિલીઝ કરતાં પહેલાં સલમાનના કેટલાક ફેન્સને ટીઝર બતાવવામાં આવ્યું હતું. ડાયરેક્ટર કબીર ખાન પણ ફેન્સ સાથે ત્યાં હાજર હતા. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ ફેન્સ માટે હોય છે. બજરંગી ભાઇજાન વખતે પણ અમે ફેન્સ માટે ટ્રેલરનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યું હતું. ટીઝર તો માત્ર નાનકડી ઝલક છે, 20 દિવસની અંદર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.

રેકોર્ડ્સ
ભારતમાં સૌથી મોટું ઓપનિંગ મેળવનાર ફિલ્મ છે શાહરૂખની ચેન્નાઇ એક્સપ્રેસ(45 કરોડ), આ રેકોર્ડ બાહુબલી 2 ફિલ્મ પણ તોડી નથી શકી. ટ્યૂબલાઇટ આ રેકોર્ડ તોડી શકશે? સૌથી ઝડપી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લેનાર ફિલ્મ બાહુબલી 2નો આ રેકોર્ડ સલમાન તોડે એવી આશા છે. 'પીકે'ને પછાડી બાહુબલી 2 હાલ ભારતની સૌથી મોટી ફિલ્મ છે, સલમાન ખાનનું સ્ટારડમ આ રેકોર્ડ તોડી શકશે?

સૌથી વધુ હિટ ફિલ્મો આપે છે સલમાન
સલમાન ખાનનું સ્ટારડમ આ દિવસોમાં આકાશને આંબી રહ્યું છે, સલમાનની ફિલ્મ એટલે બ્લોકબસ્ટર અને બોક્સઓફિસ પર પૈસાની રેલમછેલની ગેરેન્ટી. જો સલમાનની ટ્યૂબલાઇટ પણ સુપરહિટ રહી તો, સલમાન ખાન બોલિવૂડના સતત સૌથી વધુ હિટ ફિલ્મો આપનાર એક્ટર બની રહેશે. સલમાનની છેલ્લી તમામ ફિલ્મો, વોન્ટેડ, દબંગથી માંડીને સુલતાન સુધી, સુપરહિટ રહી છે.
|
ટીઝર
સલમાન ખાને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ ટીઝરની લિંક પોસ્ટ કરી છે. ફિલ્મ હિટ જાય કે ન જાય, ટીઝર તો સુપરહિટ છે. તમે પણ આ ફિલ્મનું ટીઝર જુઓ અહીં..
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
