ટ્રેજેડી ક્વીન મીના કુમારીને રવિન્દ્રનાથ ટાગોર સાથે હતુ ગાઢ કનેક્શન, જાણો શું હતો સંબંધ
બૉલિવુડની સૌથી સમ્માનિત અભિનેત્રી અને ટ્રેજેડી ક્વીન મીના કુમારી નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોર સાથે ગાઢ કનેક્શન હતુ, જાણો તેમને શું સંબંધ હતો.
નવી દિલ્લીઃ બૉલિવુડની સૌથી સમ્માનિત અભિનેત્રી અને ટ્રેજેડી ક્વીન મીના કુમારીએ કસમયે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમણે ઘણા ઓછા સમયમાં બૉલિવુડમાં પોતાના માટે એક અલગ મુકામ બનાવ્યુ હતુ. તે માત્ર એક મહાન અભિનેત્રી જ નહિ પરંતુ એક મહાન કવિયત્રી પણ હતી. ગીતકાર જાવેદ અખ્તરે એકવાર કહ્યુ હતુ કે, "મીના કુમારી જેવા લોકો વિરોધાભાસી છે. આપણે તેમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે તેમની પ્રશંસા કરીએ છીએ, આપણે તેમની ટીકા કરીએ છીએ, આપણે તેમના પર દયા કરીએ છીએ, આપણે તેમના પર હસીએ છીએ, આપણે તેમની પ્રશંસા કરીએ છીએ. પરંતુ તેઓ વિરોધાભાસી રહે છે."

રવિન્દ્રનાથ ટાગોર સાથે ગાઢ કનેક્શન
મીના કુમારીનુ નામ મહેજબીન હતુ. તે એક ગરીબ પરિવારમાં મોટી થઈ હતી. તેના પિતા માસ્ટર અલી બક્ષ પારસી થિયેટર અને સંગીત સાથે જોડાયેલા હતા. તેની માતા ઈકબાલ બેગમ અભિનેત્રી અને નૃત્યાંગના હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે મીના કુમારી કોલકાતાના પ્રતિષ્ઠિત ટાગોર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મીના કુમારીના દાદી હેમસુંદરી ટાગોરના લગ્ન જદુ નંદન ટાગોર (1840-1862) સાથે થયા હતા. જેઓ દર્પણ નારાયણ ટાગોરના પ્રપૌત્ર અને રવીન્દ્રનાથ ટાગોરના પિતરાઈ ભાઈ હતા. હેમસુંદરી તેમના સમય કરતાં ઘણુ આગળ વિચારતા હતા. તેમના પતિના મૃત્યુ પછી તેમણે વર્ષો જૂના રિવાજો પર પ્રશ્ન ઉઠાવ્યા જ્યાં વિધવાઓએ કઠોર અમાનવીય નિયમોમાંથી પસાર થવુ પડતુ હતુ. તેમણે સ્વતંત્ર જીવન જીવવાનો હિંમતવાન નિર્ણય લીધો અને નર્સ તરીકે કામ કરવા મેરઠ ગયા.

મીના કુમારીના માતા-પિતા
મેરઠમાં કામ કરતી વખતે તેઓ સ્થાનિક સાહિત્યિક કવિ મુનશી પ્યારે લાલ શાકિરને મળ્યા અને પછીથી બંનેએ લગ્ન કરી લીધા. તે ખ્રિસ્તી હતા માટે લગ્ન પછી તેમણે પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. બંનેને એક પુત્રી પ્રભાવતી દેવી હતી. તે એક પ્રતિભાશાળી ગાયિકા હતી. બાદમાં તે ફિલ્મોમાં ગાવા માટે બૉમ્બે જતી રહી. અહીં તે હાર્મોનિયમ વાદક અને સંગીત શિક્ષક માસ્ટર અલી બક્ષને મળી. તેઓ પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવા પ્રભાવતીમાંથી ઇકબાલ બાનો બન્યા.

બાળપણ વીત્યુ ગરીબીમાં
જ્યારે ઇકબાલ ફિલ્મોમાં અભિનેત્રી અને નૃત્યાંગના હતા ત્યારે અલી સંગીતનાં સાધનો વગાડતા હતા. સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે તેમનુ પહેલુ સંતાન પુત્રી હતી. અલીને એક પુત્રની અપેક્ષા હતી પરંતુ બીજી વખત પણ પુત્રીનો જન્મ થયો. એવુ કહેવાય છે કે નિરાશામાં અલીએ બાળકને અનાથાશ્રમમાં મૂકવાનો નિર્ણય કર્યો પરંતુ પછી તેને બાળક પર દયા આવી અને તેને ઘરે લઈ આવ્યો. તે મંત્રમુગ્ધ કરી રહી હતી. સિલ્વર સ્ક્રીનની 'ટ્રેજેડી ક્વીન' મીના કુમારી ઉર્ફે મેહજબીને તેનુ બાળપણ અત્યંત ગરીબી, અપમાન, અસ્વીકાર અને એકલતામાં વિતાવ્યુ હતુ.

મીના કુમારીની કારકિર્દી
મેહજબીને તેની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. 33 વર્ષના લાંબા કરિયરમાં મીના કુમારીએ ઘણી ફિલ્મો કરી. બૈજુ બાવરા (1952), ડાએરા (1953), સાહિબ બીબી ઔર ગુલામ (1962) અને તેમના હંસ ગીત, પાકીઝા (1972) જેવા ક્લાસિકનો સમાવેશ થાય છે. તેણે તેની કારકિર્દીમાં ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા અને 1963માં સાહિબ બીબી ઔર ગુલામ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો.

પરિવારે પણ કર્યુ તેનુ શોષણ
દિવંગત પત્રકાર વિનોદ મહેતાએ તેમનુ જીવનચરિત્ર લખ્યુ હતુ. જેમાં તેમણે લખ્યુ હતુ કે, "આજના સિતારાથી વિપરીત, તેના ઘણા પરિમાણો હતા - તે કવિતા વાંચતી હતી, સાહિત્યનો શોખ ધરાવતી હતી, ઉચ્ચ જીવનની અભિલાષા ધરાવતી હતી અને મદ્યપાન કરતી હતી. મીના કુમારીનો પરિવાર પણ તેનુ શોષણ કર્યુ અને જ્યારે તેણે કમાલ અમરોહી સાથે લગ્ન કર્યા ત્યારે તેની સાથે દગો કરવામાં આવ્યો.

કમાલ અમરોહી સાથે કર્યા ગુપ્ત લગ્ન
મીના કુમારીનો પરિચય અશોક કુમારે ફિલ્મ દિગ્દર્શક અને પટકથા લેખક કમાલ અમરોહી સાથે કરાવ્યો હતો. થોડા સમય પછી તેને એક મોટો કાર અકસ્માત નડ્યો અને તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં રોકાણ દરમિયાન કમાલ નિયમિતપણે તેની મુલાકાત લેતા હતા અને તેની સાથે સમય વિતાવતા. અમરોહી પહેલેથી જ પરિણીત હતા અને ત્રણ બાળકોના પિતા હતા. બંનેએ 1952માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. બાદમાં કમાલે તેનુ દરેક રીતે અપમાન કર્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
