ટોટલ ધમાલની બૉક્સ ઑફિસ પર બંપર ઓપનિંગની પૂરી તૈયારીઓ
ટોટલ ધમાલની બૉક્સ ઑફિસ પર બંપર ઓપનિંગની પૂરી તૈયારીઓ
અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત જેવા સ્ટાર્સની ફિલ્મ ટોટલ ધમાલ 22મી ફેબ્રુઆરીએ રિલીઝ થનાર છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આ્યું છે અને હવે ફિલ્મની બૉક્સ ઑફિસ પર બંપર ઓપનિંગ માટે ખાસ પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે મેકર્સ અલગ-અલગ ભાષાઓમાં ફિલ્મ ટ્રેલરનું સ્પૂફ રિલીઝ કરી રહ્યા છે, જેથી માત્ર હિંદી ભાષા જ નહિ, બલકે દરેક બાજુ ફિલ્મનો ક્રેઝ હોય.
ટોટલ ધમાલ પૂરી રીતે ફેમિલી ફિલ્મ છે. નિર્દેશકે જણાવ્યું કે ફિલ્મને સેંસર બોર્ડે U સર્ટિફિકેટ આપ્યું છે. આ હિસાબે ફિલ્મનું પ્રમોશન મજેદાર તરીકે કરવામાં આવી રહ્યું છે, જેથી સૌકોઈ આ ફિલ્મ તરફ આકર્ષિત થાય. ફિલ્મના ટ્રેલરને પંજાબી, મરાઠી, ગુજરાતી અને ભોજપુરીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આનાથી ફિલ્મને લઈ વધુ જાણકારી ફેલાશે અને વધુ દર્શકો ફિલ્મ વિશે જાણી શકશે.

ફિલ્મ ધૂમ મચાવશે
સ્પષ્ટ છે કે ટોટલ ધમાલની ટીમની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી ફિલ્મને ભારે ફાયદો પહોંચાડી શકે છે. ઓછામાં ઓછી ફિલ્મની ઓપનિંગ સુધી લોકોની ઉત્સુકતા ફિલ્મ માટે બની રહેશે. ઈન્દ્ર કુમારના નિર્દેશનમાં બની આ ફિલ્મ ધમાલ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.

અજય દેવગનની એન્ટ્રી
ધમાલ સીરિઝમાં અજય દેવગને સંજય દત્તની જગ્યા લીધી છે. આ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મમાં અજય દેવગન રહેશે.

સ્ટારકાસ્ટ
અજય દેવગનની સાથે ફિલ્મમાં અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જૉની લીવર, અરશદ વારસી, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં છે.

વર્ષો બાદ એકસાથે
લાંબા સમય બાદ અનિલ કપૂ અને માધુરી દીક્ષિતની જોડી આ ફિલ્મમાં ધમાલ મચાવતી જોવા મળશે. તેમણે સાથે અંતિમ ફિલ્મ પુકાર કરી હતી.

વીએફએક્સ પર કામ
ફિલ્મના વીએફએક્સને લઈ અજય દેવગનનો આઈડિયા હતો કે ફિલ્મને સ્ટાઈલિશ બનાવવા માટે વધુમાં વધુ વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવે. ટ્રેલરથી તમે અંદાજો લગાવી જ શકો છો.

ધમાલ ફ્રેન્ચાઈઝીમાં અજય દેવગનની એન્ટ્રી
નિર્દેશકે કહ્યું કે ટોટલ ધમાલ અજય દેવગનના સપોર્ટ વિના ન બની શકત. તેઓ ન માત્ર આ ફિલ્મની ક્રિએટિવ ટીમ સાથે જોડાયા, બલકે તેમણે આર્થિક રીતે પણ મદદ કરી છે. તેઓ આ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મોનો ભાગ હશે, તેમાં કોઈ શક નથી.

અજય દેવનની ધમાલ
ઈન્દ્ર કુમારે કહ્યું કે અજય દેવગનના ફેન્સ માટે ટોટલ ધમાલ કોઈપણ સરપ્રાઈઝથી ઓછી નહી હોય. અજય દેવગનના સિંઘમ ફેન્સ પણ આ ફિલ્મને બહુ એન્જોય કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
