Pics : વર્ષ 2012ની ટૉપ ટેન અભિનેત્રીઓમાં કૅટ નંબર વન
મુંબઈ, 31 ડિસેમ્બર : વર્ષ 2012 બસ હવે થોડાંક જ કલાકોનો મહેમાન છે. આ વર્ષે જતાં-જતાં બૉલીવુડને ઘણું બધું આપ્યું, તો આ વર્ષ ઘણાંને પોતાની સાથે લઈ પણ જઈ રહ્યો છે. ફિલ્મી કૅનવાસે આ વર્ષ એક મિશ્ર પ્રત્યાઘાત સાથે નોંધાશે. આ વર્ષે એક થા ટાઇગર જેવી અનેક ફિલ્મો સરળતાથી 100 કરોડનો આંપકો પાર કરી ગઈ, તો ગત વર્ષે પૂર્ણત્વે ફ્લૉપ રહેલાં પાત્રોને પણ આ વર્ષ હિટ કરી ગયો છે.
જોકે બૉલીવુડમાં સફળતાઓ અને રેકૉર્ડની વાતો સામાન્ય રીતે અભિનેતાઓ માટે જ થાય છે, પરંતુ અહીં આજે અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ અભિનેત્રીઓની પરિસ્થિતિ અંગે. એક અંગ્રેજી ડેલીના સર્વેના આધારે આપને બતાવીએ કે આ વર્ષે કઈ હીરોઇન નંબર વનના સિંહાસને બેઠી છે અને કઈ અભિનેત્રીએ એક ફિલ્મથી જ દર્શકોનું દિલ જીતી લીધું.
આવો તસવીરો વડે જાણીએ બૉલીવુડની 2012ની ટૉપ અભિનેત્રીઓને. (Must Watch : ટૉપ ટેન અભિનેતાઓ)

ટૉપ ટેન અભિનેત્રીઓ
ગત વર્ષે શીલા કી જવાની... જેવા આયટમ નંબરથી લોકોના દિલોમાં સ્થાન પામના અભિનેત્રી કૅટરીના કૈફે વર્ષારંભ જ હિટ ફિલ્મ અગ્નિપથના ચિકની ચમેલી... આયટમ સૉંગ સાથે કર્યો. એક બાજુ ચિકની ચમેલી... ધૂમ મચાવી રહ્યુ હતું, તો કૅટે સલમાન સાથે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ એક થા ટાઇગર આપી. એટલું જ નહીં કૅટરીના કૈફે જબ તક હૈ જાન ફિલ્મમાં પહેલી વાર શાહરુખ ખાન સાથે કામ કર્યું અને લોકોને એમ કહેવા મજબૂર કર્યાં કે સલમાન-કૅટ કરતાં શાહરુખ-કૅટની જોડી વધુ સારી છે. તેથી આ વર્ષે નંબર વન છે કૅટરીના કૈફ.

ટૉપ ટેન અભિનેત્રીઓ
ફિલ્મ અગ્નિપથની કાલી અને બર્ફીની આટિઝ્મ પીડિત પ્રિયંકા ચોપરાએ ફરી એક વાર સાબિત કર્યું કે તેઓ માત્ર કાતિલ હસીના જ નથી, પણ પોતાના બળે લોકોને થિયેટર સુધી લાવવાની પણ તાકાત ધરાવે છે. ભલે બર્ફી ઑસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ આ વર્ષની હિટ ફિલ્મોમાં તેનો સમાવેશ થાય છે અને તેથી નંબર ટૂની પૉઝિશને છે પ્રિયંકા ચોપરા.

ટૉપ ટેન અભિનેત્રીઓ
જબ તક હૈ જાન ફિલ્મના ખૂબસૂરત અભિનેત્રી અનુષ્કા શર્મા આ યાદીમાં નંબર ત્રણ ઉપર છે. ફિલ્મમાં માત્ર તેમનું કામ જ નથી વખણાયું, પણ એમ પણ કહેવાયું કે ફિલ્મ તેમના કારણે જ ચાલી. અનુષ્કા હાલ વિશાલ ભારદ્વાજની મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં બિજલી છે.

ટૉપ ટેન અભિનેત્રીઓ
સન ઑફ સરદાર તથા દબંગ 2 ફિલ્મોની સફળતાએ સોનાક્ષી સિન્હાને ચોથો નંબર આપ્યો છે. ફિલ્મમાં તેમના કામના વખાણ થઈ રહ્યાં છે. જોકે ફિલ્મ જોકર નિષ્ફળ રહી, પરંતુ છતાં લોકોએ સોનાક્ષીને હિટ અભિનેત્રીનું બિરૂદ આપી દીધું છે.

ટૉપ ટેન અભિનેત્રીઓ
કરીના કપૂરે આ વર્ષે એકેય હિટ ફિલ્મ નથી આપી. એજંટ વિનોદ તથા હીરોઇન બંને ફ્લૉપ રહી, તો તલાશ પણ કંઇ ખાસ નથી રહી. છતાં લોકોએ તેમની પાંચમા નંબર માટે પસંદગી કરી છે. કરીના આ વર્ષે સૈફ અલી ખાન સાથે લગ્ન અંગે ચર્ચામાં વધુ રહ્યાં. જોકે દબંગ 2માં તેનું ફેવીકૉલ સે... આયટમ નંબર પસંદ કરાઈ રહ્યું છે.

ટૉપ ટેન અભિનેત્રીઓ
ગત વર્ષે ધ ડર્ટી પિક્ચર માટે નેશનલ ઍવૉર્ડ પામનાર વિદ્યા આ યાદીમાં છઠા ક્રમે છે. કહાની ફિલ્મને લોકોએ આ વખતે પણ પસંદ કરી છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ રૉય કપૂરના ત્રીજા પત્ની બનનાર વિદ્યા ખૂબ જલ્દી એક કૉમેડી ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે નજરે પડનાર છે.

ટૉપ ટેન અભિનેત્રીઓ
રાઉડી રાઠોડ તથા ખિલાડી 786ની સફળતાએ અસીનને ખાસી પ્રસિદ્ધિ આપી છે. તેઓ આ લિસ્ટમાં 7મા ક્રમે છે. અસીન હાલ બૉલીવુડમાં અનેક મોટા પ્રોજેક્ટોમાં વ્યસ્ત છે.

ટૉપ ટેન અભિનેત્રીઓ
દીપિકા પાદુકોણેએ આ વખતે કૉકટેલ સિવાય એક પણ હિટ ફિલ્મ નથી આપી, પરંતુ છતં લોકોને ગમતાં રહ્યાં. આવનાર દિવસોમાં તેઓ પોતાના એક્સ પ્રેમી રણબીર કપૂર સાથે નજરે પડનાર છે. આ યાદીમાં દીપિકા આઠમા ક્રમે છે.

ટૉપ ટેન અભિનેત્રીઓ
કરણ જૌહરની હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર મહેશ ભટ્ટના નાના પુત્રી આલિયા ભટ્ટ લોકોને ખૂબ ગમ્યાં છે. આ લિસ્ટમાં તેઓ નવમા ક્રમે છે. આલિયા હાલ અનેક મોટા પ્રોજેક્ટો ઉપર કામ કરી રહ્યાં છે.

ટૉપ ટેન અભિનેત્રીઓ
નંબર દસના સ્થાને ટાઈ પડી છે અને આ ટાઈ પડી છે બર્ફીના ઇલિયાના તથા કૉકટેલના ડાયના વચ્ચે. તેમની કાતિલ અદાઓ અને ગઢાયેલ અભિનય લોકોને ગમયાં. બંનેની જ આ પ્રથમ ફિલ્મો હિટ રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
