ટાઇગર દત્તક લઈ કાળિયારનો કલંક ભુંસશે ટાઇગર?
મુંબઈ, 9 ઑક્ટોબર : ચોંકી ગયા ને? અમે પણ દંગ રહી ગયા હતાં કે જ્યારે અમે સાંભળ્યું હતું, પણ આ વાત સાચી હોઈ શકે છે. હકીકતમાં વાત જાણે એમ છે કે બૉલીવુડના ટાઇગર એટલે કે સલમાન ખાનને જીવતો-જાગતો ટાઇગર દત્તક લેવાનું કહેવામાં આવ્યું છે અને આ વાત કહી છે લખનૌ ઝૂના નિયામક રેણુ સિંહે.

તેમણે અભિનેતા સલમાન ખાનને એક પત્ર લખી પ્રાર્થના કરી છે કે તેઓ ટાઇગરને દત્તક લઈ લે. રેણુ સિંહે લખ્યું છે, ‘સલમાન આપની એક થા ટાઇગર ફિલ્મે તો સફળતાના રેકૉર્ડ બનાવ્યાં છે અને આપે ટાઇગર બની મોટું નામ પણ કમાવ્યું છે. તે જોતા મને લાગે છે કે આપે સાચે જ એક ટાઇગર દત્તક લેવો જોઇએ.'
જોકે અત્યાર સુી સલમાનનો કોઈ જવાબ નથી આવ્યો, પરંતુ રેણુ સિંહને આશા છે કે સલમાન આ વાત માટે જરૂર હા કરશે.
જો એવું થાય તો સલમાન ખાનના માથેથી પેલુ કલંક પણ ભુંસાઈ જશે કે જે એમ કહે છે કે તેઓ જંગલી પ્રાણીઓનો માત્ર શિકાર કરી શકે છે. તેમને જીવનદાન નથી આપી શકતાં.
નોંધનીય છે કે સલમાન વિરુદ્ધ કાળિયારના શિકારનો કેસ ચાલી રહ્યો છે. તેને માટે તેમને સમાયંતરે રાજસ્થાનની અદાલતમાં રજુ થવા પણ જવું પડે છે. આપને એ પણ જણાવી દઇએ કે લખનૌ પ્રાણી સંગ્રહાલયમાંથી અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ દીપડો દત્તક લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
