ઠગ ઓફ હિન્દુસ્તાનની એડવાન્સ બુકિંગ, બ્લોકબસ્ટર ઓપનિંગની તૈયારી
આમિર ખાનની દિવાળી ધમાકેદાર હશે તે વાત નક્કી છે. ઠગ ઓફ હિન્દુસ્તાનની એડવાન્સ બુકિંગ 3 નવેમ્બરથી શરુ થવા જઈ રહી છે.
આમિર ખાનની દિવાળી ધમાકેદાર હશે તે વાત નક્કી છે. ઠગ ઓફ હિન્દુસ્તાનની એડવાન્સ બુકિંગ 3 નવેમ્બરથી શરુ થવા જઈ રહી છે. આ ફિલ્મ 7 નવેમ્બરે રિલીઝ થશે. એટલા માટે ચાર દિવસની એડવાન્સ બુકિંગ ફિલ્મના ઓપનિંગ આંકડાઓ પર જોરદાર અસર કરશે. ખબર આવી રહી છે કે દિવાળી વીકએન્ડ સુધી ટિકિટ પણ મોંઘી થઇ જશે.
આમિર ખાન, ફાતિમા સના શેખ, અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફ સ્ટારર યશરાજ ફિલ્મનો મહત્વનો પ્રોજેક્ટ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 150 કરોડ કરતા પણ વધારે બજેટ પર બની છે. આ ફિલ્મને પાઇરેટ્સ ઓફ કેરેબિયનથી પ્રભાવિત માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક
આ ફિલ્મમાં આમિર ખાન એક ઠગનો રોલ નિભાવી રહ્યા છે, જે કોઈનો પણ સગો નથી. તેના રોલનું નામ ફિરંગી છે અને વિશ્વાસઘાત કરવો તેનો સ્વભાવ છે.

દિવાળીમાં થશે રિલીઝ
આમીર ખાને આ વખતે ક્રિસમસ છોડીને દિવાળીમાં ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. કારણ કે દિવાળીના તહેવારોનો ફાયદો ફિલ્મને મળશે જ મળશે.

બે દેશમાં એક સાથે થશે રિલીઝ
ચીન અને ભારતમાં એક સાથે રિલીઝ એટલે પૈસાનો વરસાદ. પહેલા જ વીક એન્ડમાં ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી જશે તેમાં શંકાને સ્થાન નથી. ભારતમાં 100 કરોડ અને ચીનમાં 200 કરોડ

મેહરાનગઢનો કિલ્લો
જોધપુર સ્થિત મેહરાનગઢના કિલ્લામાં ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ક્લાઈમેક્સનું શૂટિંગ થયું છે. અહીં પહેલા પણ બોલીવુડ અને હોલીવુડની કેટલીક ફિલ્મો શૂટ થઈ ચૂકી છે. કંગના રનૌતની મણિકર્ણિકા, શુદ્ધ દેસી રોમાન્સ, હમ સાથ સાથ હૈ, આવારાપન જેવી ફિલ્મોનું શૂટિંગ અહીં થઈ ચૂક્યુ છે. તો હોલીવુડની ફિલ્મ ‘ધ ડાર્ક નાઈટ રાઈઝિસ' પણ અહીં શૂટ થઈ ચૂકી છે.

ફિલ્મના પાત્રો
જ્યારે 1795 માં અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા પરંતુ શાસન કરવા લાગ્યા. જો કે આ શાસન ઘણા લોકોને મંજૂર નહોતુ અને આમાંથી એક હતો - આઝાદ (અમિતાભ બચ્ચન). આઝાદ અને જાફિરા (ફાતિમા) અંગ્રેજોની વિરુદ્ધમાં ઉભા થઈ જાય છે પરંતુ રસ્તાનો કાંટો બને છે ફિરંગી મલ્લાહ (આમિર).

પિરીયડ ડ્રામા ફિલ્મ
ફિલ્મમાં આમીર ખાનની સાથે, બિગ બી, ફાતીમા સના શેખ અને કેટરીના કૈફ મુખ્ય પાત્રમાં છે. આ એક પિરીયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ફાતીમાના પાત્રની આસપાસ ફરે છે.

ઠગ ઓફ હિન્દુસ્તાન
વિજય કૃષ્ણા આચાર્યના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 1795 ની વાર્તા કહે છે જ્યારે અંગ્રેજોએ ભારતમાં અડ્ડો જમાવી લીધો હતો.

25 પાકિસ્તાની આર્ટીસ્ટ
આ ફિલ્મમાં 25 પાકિસ્તાની આર્ટીસ્ટ કામ કરી રહ્યા છે, જે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભારતીય સૈનિકો અને ઠગ બન્યા છે. એટલે જ ફિલ્મનું શૂટિંગ પણ માલ્ટામાં થઈ રહ્યું છે.

ત્રણ ભાષાઓમાં રિલીઝ
આ ભારતમાં સૌથી મોટાપાયે રિલીઝ થનારી ફિલ્મ હશે. ફિલ્મને તમિલ, તેલુગુ અને હિંદીમાં રિલીઝ કરવામાં આવશે. વળી, એક સાથે ઘણા દેશોમાં પણ ફિલ્મ રિલીઝ થશે.

આમિર ખાનના કેરિયરની સૌથી મોંઘી ફિલ્મ
2 કલાક 44 મિનિટ લાંબી આ ફિલ્મ આમિર ખાનના કેરિયરની સૌથી મોંઘી ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 210 કરોડ સુધી રાખવામાં આવ્યુ છે. ખાસ કરીને ફિલ્મના વીએફએક્સ પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. વિજય કૃષ્ણા આચાર્યનિ આ ફિલ્મ ઘણા મોટા સ્તર પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મથી બધાને અપેક્ષાઓ પણ વધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
