સુપરહિટ ફિલ્મો ઠુકરાવીને પછતાઈ રહ્યા છે આ બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં સામેલ છે બોલિવૂડની સુપર હિટ ફિલ્મો!
બોલિવૂડમાં ઘણી ફિલ્મો એવી છે જે અપેક્ષા કરતા ઘણી વધારે ચાલી જાય છે. કેટલીક એવી ફિલ્મો પણ છે જેને તમામ મોટા સ્ટારે કરવાની ના પાડી દીધી હતી. જો કે તેમ છત્તા આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવામાં સફળ રહી છે.
બોલિવૂડમાં ઘણી ફિલ્મો એવી છે જે અપેક્ષા કરતા ઘણી વધારે ચાલી જાય છે. કેટલીક એવી ફિલ્મો પણ છે જેને તમામ મોટા સ્ટારે કરવાની ના પાડી દીધી હતી. જો કે તેમ છત્તા આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવામાં સફળ રહી છે. આજે આપણે એ ફિલ્મ સ્ટારની વાત કરવાના છીએ જે બોલિવૂડની સુપરહિટ ફિલ્મો ટુકરવીને પછતાઈ રહ્યા છે.

સલમાન ખાન
સલમાન ખાને ઘણી હિટ ફિલ્મો આપી છે. એવી પણ ઘણી ફિલ્મો છે, જે પહેલા સલમાન ખાનને ઓફર કરવામાં આવી હતી. શાહરૂખ ખાનની હિટ ફિલ્મ ચક દે ઈન્ડિયા પહેલા સલમાનને ઓફર કરવામાં આવી હતી. તેને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

અક્ષય કુમાર
અક્ષય કુમારે 1993માં સુપરહિટ ફિલ્મ બાજીગર ઠુકરાવી હતી. જે બાદ ફિલ્મ શાહરૂખ ખાનના હાથમાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

સંજય દત્ત
આ યાદીમાં સંજય દત્ત પણ સામેલ છે. પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સ્ટારર બાહુબલીમાં કટપ્પાનું પાત્ર સૌ પ્રથમ સંજય દત્તને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ તેણે આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી.

કેટરીના કૈફ
કેટરિના કૈફે શાહરૂખ સ્ટાર્ટર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાને ફિલ્મ 3 ઈડિયટ્સને ઠુકરાવી દીધી હતી. આ પછી આ ફિલ્મ આમિર ખાનને મળી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

અજય દેવગણ
અજય દેવગણે પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અજય દેવગન 1995માં આવેલી ફિલ્મ કરણ અર્જુનમાં સલમાન ખાનની જગ્યાએ જોવા મળવાનો હતો, પરંતુ તેણે આ ઑફર ફગાવી દીધી.

આમિર ખાન
આમિર ખાન પણ કરિયરમાં મોટી ભુલો કરી ચુક્યો છે. તેણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મને ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મે શાહરૂખ ખાનને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો હતો.

કરીના કપૂર
હમ દિલ દે ચૂકે સનમ ઐશ્વર્યા પહેલા કરીનાને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ફિલ્મ ઠુકરાવી હતી.

ઋતિક રોશન
ઋતિક રોશને બોલિવૂડ ઉપરાંત સાઉથ અને હોલિવૂડની ફિલ્મોને રિજેક્ટ કરી છે. ઋતિક રોશનને આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતી ઓફર કરવામાં આવી હતી, પરંતુ ક્રિશના શૂટિંગના કારણે તેણે આ ફિલ્મ ઠુકરાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
