વિવિધ આરોપમાં કાયદાના ચક્કરમાં ફસાયા છે આ બોલિવૂડ સ્ટાર, જાણો કોના પર શું આરોપ છે?
બોલિવૂડ સ્ટાર અને વિવાદોનો જુનો સંબંધ છે. બોલિવૂડ સ્ટાર તેની અંગત અને જાહેર લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડના ઘણા સ્ટાર એવા છે જે રૂપિયાના ચક્કરમાં ઈડીની ચુંગાલમાં ફસાયા છે.
બોલિવૂડ સ્ટાર અને વિવાદોનો જુનો સંબંધ છે. બોલિવૂડ સ્ટાર તેની અંગત અને જાહેર લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડના ઘણા સ્ટાર એવા છે જે રૂપિયાના ચક્કરમાં ઈડીની ચુંગાલમાં ફસાયા છે. આ બોલિવૂડ સ્ટારની ઈડી સતત પુછપરછ કરી રહી છે.

રિયા ચક્રવર્તી
સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ લાંબા સમય સુધી ED અને NCBએ રિયાની પૂછપરછ કરી હતી. રિયા પર સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ લાગ્યો હતો.

વિજય દેવરકોંડા
સાઉથનો સુપર સ્ટાર વિજય દેવરકોંડા પણ ઈડીની રડારમાં છે. હાલમાં જ રિલિઝ થયેલી તેની ફિલ્મ લાઈગરને લઈને તે વિવાદમાં આવ્યો હતો. ઈડી લાઈગરના ફંડિંગને લઈને તેની પુછપરછ કરી રહી છે.

ઐશ્વર્યા રાય
વિવાદોમાંથી ઐશ્વર્યા રાય પણ બાકાત નથી. ઐશ્વર્યા રાયનું નામ પનામાં પેપર વિવાદમાં સામે આવ્યુ હતું. જે બાદ તેની લાંબી પુછપરછ કરાઈ હતી.

ભારતી સિંહ
જાણીતી કોમેડિયન ભારતી સિંહ પણ ઈડીના ચક્કરમાં ફસાઈ છે. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. હાલ બન્ને જામીન પર બહાર છે.

દીપિકા પાદુકોણ
સુશાંતસિંહ રાજપૂતા મોત બાદ ઘણા બોલિવૂડ સ્ટાર તરફ આંઘળી ચિંધાઈ હતી. આમાં દીપિકા પણ સામેલ છે. દીપિકાનું નામ ડ્રગ્સ મુદ્દે સામે આવ્યા બાદ તેની પુછપરછ કરાઈ હતી.

શ્રદ્ધા કપૂર
આ લિસ્ટમાં શ્રદ્ધા કપૂર પણ સામેલ છે. ડ્રગ્સને લઈને તેની પણ એનસીબીએ કલાકો સુધી પુછપરછ કરી હતી.

નોરા ફતેહી
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ સાથે સાથે નોરાનું નામ પણ સામે આવ્યુ છે. આ કેસમાં હાલમાં જ નોરાની ફરીથી પુછપરછ કરાઈ છે. ઈડી સતત તેની તપાસ કરી રહી છે.

જેકલીન ફર્નાન્ડિસ
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસનું નામ સામે આવ્યુ છે. ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડો રૂપિયાની મોંઘી ગિફ્ટ લેવાનો આરોપ છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડિસની સતત પુછપરછ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
