પાડોશી સાથે બબાલ કરી ચુક્યા છે આ બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં એકથી એક મોટા નામ
બોલિવૂડ ફિલ્મ સ્ટાર અને વિવાદોનો જૂનો નાતો છે. બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફ અને પર્શનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ઘણી વખત સ્થિતી એવી પણ બને છે કે કોઈ સ્ટારને કારણે અન્ય લોકોને સમસ્યાઓ ઉભી થઈ જાય છે. મોટા ભાગે કોઈ સ્ટારને કારણે તેના પાડોશીઓને મોટી સમસ્યાઓ થાય છે. ઘણી વખત તો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. આજે આપણે બોલિવૂડના એવા સ્ટારની વાત કરવાના છીએ જેની પાડોશીઓ સાથે બબાલ થઈ ચુકી છે.

સલમાન ખાન
સલમાન ખાન હોટ અને વિવાદ ન હોય એવુ તો બને જ નહીં. સલમાન ખાન ફનવેલમાં તેના ફાર્મહાઉસ પર પાર્ટીઓ યોજતો રહે છે. આ પાર્ટી દરમિયાન સલમાન તેના પાડોશીઓની મિલકતોને તાળા મરાવી દે છે. આનાથી તેના પાડોશીઓ પરેશાન છે. એકવાર પાડોશીઓએ સલમાન ખાન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

રાની મુખર્જી
રાની મુખર્જીનો પરિવાર અંગત કામ માટે સોસાયટીની લિફ્ટનો ઉપયોગ કરતો હતો. જેના કારણે અન્ય લોકોને લિફ્ટનો ઉપયોગ કરવા મળતો નહોતો. આના કારણે રાની મુખર્જીના પાડોશીઓ વારંવાર તેના વિશે ફરિયાદ કરતા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન
વિવાદો કરવામાં ઐશ્વર્યા રાય પણ પાછળ નથી. આ યાદીમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયનું નામ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, સલમાન સાથેના અફેર વખતે એક દિવસ સલમાન ખાને મોડી રાત્રે ઐશ્વર્યા રાયના ઘરે પહોંચીને હંગામો મચાવ્યો હતો. જેના કારણે તેના પાડોશીઓ પરેશાન થઈ ગયા હતા.

રણબીર કપૂર
આ લિસ્ટમાં રણબીર કપૂર સૌથી આગળ છે. પોતાના બેપરવાહ એટીટ્યૂડ માટે જાણીતો રણબીર કપૂર તેની લેટ નાઈટ પાર્ટીઓને કારણે પાડોશીઓના નિશાને ચડ્યો હતો. પાર્ટીના મ્યૂઝિક અને લાઈટોથી કંટાળીને પાડોશીએએ પોલીસમાં ફરીયાદ કરી દીધી હતી.

કરીના કપૂર
2016માં કરીના કપૂરના ઘરે ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરાયુ હતુ. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો. કરીના અને તેના મિત્રોના કૃત્યોથી પરેશાન થઈને પાડોશીઓએ પોલીસને બોલાવી લીધી હતી.

પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા મુંબઈમાં એક ફ્લેટમાં રહેતી હતી તે દરમિયાન તે ઘર બહાર પાર્કમાં ફરવા જતી. આ દરમિયાન તેના બોડીગાર્ડ્સ બાળકોને ધમકાવતા હતા. આનાથી પાડોશીઓને મોટી સમસ્યાઓ થતી હતી.

શક્તિ કપૂર
શક્તિ કપૂર પર એકવાર બિલ્ડિંગના કોરિડોરમાં નગ્ન અવસ્થામાં ફરવાનો અને લિફ્ટમાં પેશાબ કરવાનો આરોપ લાગ્યો હતો. જેની જાણ પાડોશીઓએ સોસાયટી મેનેજમેન્ટને કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
