વિચિત્ર કેસમાં ફસાઈ ચુક્યા છે આ બોલિવૂડ સ્ટાર, એક પર તો કિસ કરતા ફરિયાદ નોંધાઈ હતી!
બોલિવૂડ સ્ટાર અને ફિલ્મોનો વિવાદનો સાથે જુનો સંબંધ છે. બોલિવૂડ સ્ટાર કોઈને કોઈ કારણસર પોલીસના ચક્કરમાં ફસાતા રહે છે. બોલિવૂડમાં ઘણા સ્ટાર છે, જે તેની વિચિત્ર હરકતોને લઈને પોલીસના ચક્કરમાં ફસાયા છે.
મુંબઈ : બોલિવૂડ સ્ટાર અને ફિલ્મોનો વિવાદનો સાથે જુનો સંબંધ છે. બોલિવૂડ સ્ટાર કોઈને કોઈ કારણસર પોલીસના ચક્કરમાં ફસાતા રહે છે. બોલિવૂડમાં ઘણા સ્ટાર છે, જે તેની વિચિત્ર હરકતોને લઈને પોલીસના ચક્કરમાં ફસાયા છે. આજે આપણે આવા જ બોલિવૂડ સ્ટારની વાત કરવાના છીએ.

પ્રિયા પ્રકાશ વારિયર
પ્રિયા પ્રકાશ વારિયરના એક ગીતને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. આંખો મટકાવીને પ્રિયા પ્રકાશ રાતોરાત સ્ટાર બની ગઈ હતી તો બીજી તરફ આ આંખ મટકાવવા મુદ્દે તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલ ખન્નાની પણ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક ફેશન શો દરમિયાન તેણે પતિ અક્ષય કુમારના જીન્સનું બટન ખોલ્યું હતું. જેને લઈને ઘણો વિવાદ થયો હતો.

આમિર ખાન
આમિર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે. જો કે આમિર ખાનની ફિલ્મ પીકેને લઈને મોટો વિવાદ થયો હતો. આ ફિલ્મમાં તેણે પોલીસ માટે ઠુલ્લા શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે આમિર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેનનું નામ તાજેતરમાં લલિત મોદીના કારણે ચર્ચામાં હતું. પરંતુ એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન તેણે લગ્ન પહેલા પ્રી-મેરિટલ સેક્સ વિશે કંઈક કહ્યું હતું, જેના કારણે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાયને ધૂમ 2માં તેના ઓનસ્ક્રીન લિપ કિસ કરવા બદલ નોટિસ મળી હતી. આ મામલો ફિલ્મમાં ઐશ્વર્યા અને રિતિક રોશન વચ્ચે બતાવવામાં આવેલા કિસિંગ સીન સાથે સંબંધિત હતો.

વિદ્યા બાલન
વિદ્યા બાલન વિરુદ્ધ ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માટે કેસ નોંધવામાં આવ્યો હતો. ફિલ્મમાં અશ્લીલ અભિનય માટે હૈદરાબાદમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન પર રાષ્ટ્રગીત યોગ્ય રીતે ન ગાવાનો આરોપ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે 52 સેકન્ડને બદલે રાષ્ટ્રગીત પૂર્ણ કરવામાં 1 મિનિટ 10 સેકન્ડનો સમય લીધો હતો. જેના કારણે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
