સરોગસીથી માતા-પિતા બન્યા છે આ બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં સિંગલ ફાધર-સિંગલ મધર પણ
બોલિવૂડ સ્ટારમાં સરોગસીથી માતા-પિતા બનવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બોલિવૂડની હસીનાઓ તેના પરફેક્ટ ફિગરને સાચવવા માટે સરોગસી તરફ વળે છે. આ સિવાય ઘણા એવા પણ સ્ટાર છે જે એકલા જ બાળકને ઉછેરી રહ્યા છે.
બોલિવૂડ સ્ટારમાં સરોગસીથી માતા-પિતા બનવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બોલિવૂડની હસીનાઓ તેના પરફેક્ટ ફિગરને સાચવવા માટે સરોગસી તરફ વળે છે. આ સિવાય ઘણા એવા પણ સ્ટાર છે જે એકલા જ બાળકને ઉછેરી રહ્યા છે. તે સરોગસીથી માતા કે પિતા બન્યા છે. આજે આપણે બોલિવૂડના એ સ્ટારની વાત કરવાના છીએ, જે સરોગસીથી માતા-પિતા બન્યા છે અને બાળકને ઉછેરી રહ્યા છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન અને ગૌરી ખાન ત્રણ સંતાનોના માતા-પિતા છે. સૌથી નાના પુત્ર અબરામ માટે આ કપલે સરોગસીનો સહારો લીધો હતો.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા હજુ હમણા જ સરોગસીથી એક બાળકીની માતા બની છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ આ કપલ સરોગસીની મદદ લઈને પુત્રી માલતીના માતા-પિતા બન્યા છે.

આમિર ખાન
આમિર ખાન અને કિરણ રાવના પુત્ર આઝાનનો જન્મ પણ સરોગસી થયો છે. આમીર ખાનના કિરણ રાવ સાથે બીજા લગ્ન છે અને તે કુલ ત્રણ સંતાનોનો પિતા છે.

કૃષ્ણા અભિષેક
કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ પણ સરોગસીની મદદથી માતા-પિતા બન્યા છે. કૃષ્ણા અને કાશ્મીરાએ 2017માં સરોગસીની મદદ લીધી હતી. તેમને બે પુત્રો કૃષાંગ અને રયાન છે.

શિલ્પા શેટ્ટી
બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક શિલ્પા શેટ્ટીએ બીજી વખત માતા બનવા માટે સરોગસીનો સહારો લીધો છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની પુત્રી સમીશા શેટ્ટીનો જન્મ સરોગસીથી થયો છે.

કરણ જોહર
કરણ જોહરની ગણતરી બોલિવૂડના જાણીતા ફિલ્મ ડિરેક્ટરમાં થાય છે. કરણ જોહરે પણ પિતા બનવા માટે સરોગસીનો સહારો લીધો છે. કરણ જોહર સરોગસીની મદદથી દિકરી રૂહી અને પુત્ર યસના પિતા બન્યા છે.

તુષાર કપૂર
તુષાર કપૂર સિંગલ પેરેન્ટ તરીકે બાળકનો ઉછેર કરી રહ્યા છે. તુષાર 2016માં સરોગસીની મદદથી પુત્રના પિતા બન્યા બતા. તેમના પુત્ર લક્ષ્યનો તે એકલા હાથે ઉછેર કરી રહ્યા છે.

એકતા કપૂર
એકતા કપૂર પણ સરોગસીની મદદથી માતા બની છે. એકતા કપૂર પણ સિંગલ પેરન્ટ છે અને પુત્ર રવિનો એકલા હાથે ઉછેર કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
