આ અભિનેત્રી એકપણ સુપર હિટ ફિલ્મ આપ્યા વગર છે સૌથી મોંઘી અભિનેત્રી, એક મીનિટ માટે વસૂલે છે અધધ આટલા રૂપિયા
બોલિવૂડમાં આજે ઉર્વશી રૌતેલાની ખૂબસૂરતીનો કોઈ મુકાબલો નથી. કમાલની ફેશન સેન્સ અને બોલ્ડ ફિગરની ઉર્વશી સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક પણ સુપરહિટ ફિલ્મ આપ્યા વગર તે કરોડો રૂપિયા વસૂલે છે.
આજે ઉર્વશી દેશની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે અને સાઉથમાં પણ તેની મોટી ડિમાન્ડ છે. 2013માં સની દેઓલ સાથેની સિંઘ સાબ ધ ગ્રેટથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનારી ઉર્વશી રૌતેલા આજે કોઈ ઓળખની મોહતાજ નથી.

બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા ઉર્વશી રૌતેલા એક મોડલ હતી અને 2015માં મિસ દિવા યુનિવર્સનો ખિતાબ જીત્યો. હવે અભિનેત્રી એ એક અહેવાલ બાદ ચર્ચામાં આવી છે જેમાં કહેવાયુ છે કે તે આજે ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.
એક સોશિયલ મીડિયા યુઝરે એક વીડિયો શેર કર્યો અને વીડિયોમાં ઉર્વશી રૌતેલા એક રિપોર્ટર સાથે તેની એક્ટિંગ જર્ની વિશે વાત કરી રહીછે. અહીં એક વાતે બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે રિપોર્ટર દાવો છે કે ઉર્વશી દેશની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.
રિપોર્ટર અનુસાર, ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો માટે પ્રતિ મિનિટ 1 કરોડ રૂપિયા લે છે. ઉર્વશી રૌતેલાએ દાવાને રદિયો નથી આપ્યો અને કહ્યું કે તે પ્રાર્થના કરે છે કે દરેક સેલ્ફ મેડ એક્ટર તેની જેમ સફળ બને.
જો કે ઉર્વશી રૌતેલાનો દાવો નેટીઝન્સને પસંદ નથી આવ્યો અને લોકો કહી રહ્યા છે કે, અભિનેત્રી ખોટો દાવો કરી રહી છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે કોમેન્ટ કરી કે, આઈએમ સોરી, શું મેં માત્ર 1 મિનિટના 1 કરોડ સાંભળ્યા? બીજાએ લખ્યું કે, દીદી 1 કલાકમાં 60 કરોડ કમાય છે! એક દિવસમાં 1440 કરોડ! વાહ. દીદી, તમે મંગળ પર જાઓ અને રહો, અહીં જરૂર નથી.
જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાએ હાલમાં જ પેરિસમાં એફિલ ટાવર સામે ICC વર્લ્ડ કપ ટ્રોફી સાથે ઉભા રહીને ફોટો શેર કર્યા હતા. ઉર્વશીના જણાવ્યા અનુસાર તે પેરિસમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરનાર પ્રથમ અભિનેત્રી છે. જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી એક પણ હિટ ફિલ્મ આપી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
