2019 માં આ બોલિવૂડ ફિલ્મો થઇ છે સૌથી વધુ TROLL - 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ટોપ પર
2019 માં આ બોલિવૂડ ફિલ્મો થઇ છે સૌથી વધુ TROLL - 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ટોપ પર
વર્ષ 2019 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, આવામાં અમે એવી હિન્દી ફિલ્મોની સૂચિ લાવ્યા છે જે આ વર્ષે સૌથી વધુ ટ્રોલ થઈ છે. આ યાદીમાં સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી લઈને પ્રભાસ સ્ટારર સાહો પણ સામેલ છે. સ્વાભાવિક છે કે, જ્યારે કોઈ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર બિલકુલ ખરી ઉતરતી નથી.. કન્ટેન્ટને લઈને કે પછી અભિનયને લઈને, અથવા સ્ટારકાસ્ટને લઈને.. ત્યારે તેને ટ્રોલ થવું પડે છે.
2019 માં ઘણી ફિલ્મો આવી, જેને ટ્રોલ થવું પડ્યું. તેમાંથી કેટલીક બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.. જ્યારે કેટલીક બ્લોકબસ્ટર રહી હતી. કેટલીકવાર આ ટ્રોલિંગ મજાક મસ્તીમાં થાય છે, જ્યારે ઘણીવાર ગંભીર વાંધો ઉઠાવવામાં આવે છે જેવી રીતે આ વખતે રિલીઝ થયેલી ફિલ્મ 'કબીર સિંહ' પર વાત કરવામાં આવી.
વર્ષ 2019 માં સૌથી વધુ ટ્રોલ થઇ છે આ ફિલ્મો

સ્ટુડન્ટ ઓફ ધ યર 2
અનન્યા પાંડે અને તારા સુતરીયાની આ ડેબ્યુ ફિલ્મ ભારે ટ્રોલ થઈ હતી. કેટલાક નેપોટિઝમને કારણે, તો થોડી કન્ટેન્ટના કારણે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ રહી છે.

સાહો
બાહુબલી પછી સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આવી સાહો .. આ ફિલ્મ, જેને ભારતની સૌથી મોટી એક્શન ફિલ્મ કહેવામાં આવે છે, તે કન્ટેન્ટની દ્રષ્ટિએ સરેરાશ કરતા ઓછી રહી. પરિણામે, લોકોએ તેને ખુબ ટ્રોલ કરી.

કલંક
માધુરી દીક્ષિત, સંજય દત્ત, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર જેવી બિગ સ્ટારકાસ્ટ અને ધર્મા પ્રોડક્શન્સ.. લોકોને આ ફિલ્મ તરફથી ઘણી આશાઓ હતી. પરંતુ જ્યારે રીલિઝ થાય ત્યારે.. કેટલાક લોકોએ એટલા સુધી કહી દીધું કે તેઓ ફિલ્મના ઇન્ટરવલમાં જ નીકળી ગયા કારણ કે તેને સહન કરી શક્યા નહીં.

હાઉસફુલ 4
એક હિટ ફ્રેન્ચાઇઝીનો ભાગ અને અક્ષય કુમાર હોવા છતાં પણ, કન્ટેન્ટને કારણે આ ફિલ્મ ભારે ટ્રોલ થઈ હતી. જોકે આ ફિલ્મ હિટ રહી હતી.

કબીર સિંહ
શાહિદ કપૂરની કબીર સિંહ બ્લોકબસ્ટર રહી. પરંતુ લોકોએ ફિલ્મના કન્ટેન્ટ પર ઘણા વાંધા ઉઠાવ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી
હવે આ પર શું કહીએ! આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ક્યારે આવી, ક્યારે ગઈ.. ખબર પણ ન પડી. પરંતુ વિવેક તેના લુકને લઈને ખુબ ટ્રોલ થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
