ઈદ પર સલમાન જ નહીં આ અભિનેતાની ફિલ્મોએ પણ મચાવી હતી ધૂમ
ઈદ એક એવો તહેવાર છે જેને બૉલીવુડનો એક પણ સ્ટાર ચૂકવા નથી માંગતો કેમ કે ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મોનો બૉક્સ ઑફિસ રેકોર્ડ ધમાકેદાર જ રહ્યો છે.
ઈદનો તહેવાર બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માટે બહુ ખાસ છે. ઈદ એક એવો તહેવાર છે જેને બૉલીવુડનો એક પણ સ્ટાર ચૂકવા નથી માંગતો કેમ કે ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મોનો બૉક્સ ઑફિસ રેકોર્ડ ધમાકેદાર જ રહ્યો છે. મોટા ભાગે ઈદ પર ભાઈજાન સલમાન ખાનની ફિલ્મો જ ખાસ કરીને રિલીઝ થતી હોય છે અને દર્શકો ઈદ પર સલમાન ખાનની ફિલ્મની રાહ જોતા હોય છે.

આ એક્ટર્સની ફિલ્મ ઈદ પર થઈ રિલીઝ
સલમાન ખાનની ફિલ્મ ઉપરાંત કેટલાય અભિનેતાઓ છે જેમની ફિલ્મો ઈદ પર રિલીઝ થઈ અને બ્લૉકબાસ્ટર રહી. સલમાન ખાનને જ નહીં, બૉલીવુડમાં ઈદને પણ ફિલ્મ રિલીઝ માટે સૌથી સારો સમય માનવામાં આવે છે.

બ્લૉકબસ્ટર ફિલ્મો
હવે તો ચાહકો પણ એજ તપાસતા હોય છે કે ઈદ સમયે કઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ઈદ મતલબ કોઈ સારી મોટા સ્ટારની ફિલ્મ, બસ રજાની મજા માણવા માટે બીજું શું જોઈએ. ઈદ ઉપરાંત દિવાળી પર પણ રિલીઝ થયેલી ફિલ્મોની કમાણી જબરદસ્ત જ રહે છે. આગળ જુઓ ઈદ પર રિલીઝ થયેલી કઈ-કઈ ફિલ્મો બ્લૉકબસ્ટર રહી.

કભી ખુશી કભી ગમ
કભી ખુશી કભી ગમ બ્લૉકબસ્ટર ફિલ્મ હતી. આજે પણ મોટાભાગના લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે, આખરે શાહરુખ અને કાજોલની કેમેસ્ટ્રી કોણ નથી જોવા માંગતું.

કલ હો ના હો
ફિલ્મ કલ હો ના હો પણ ઈદના દિવસે જ રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર રહી હતી.

વીર ઝારા
વીર ઝારા શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે અને લોકોએ શાહરુખ અને પ્રીતિ ઝિન્ટાની કેમેસ્ટ્રીને બહુ પસંદ કરી હતી. આ ફિલ્મ પણ ઈદના દિવસે જ રિલીઝ થઈ હતી.

દબંગ
સલમાન ખાનની સૌથી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક દબંગ પણ ઈદના દિવસે જ રિલીઝ થઈ હતી.

વોન્ટેડ
અગાઉ વોન્ટેડ પણ ઈદના દિવસે જ આવી હતી અને ત્યારથી જ સલમાન ખાન ઈદ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવાથી ચૂકતા નથી.

ચેન્નઈ એક્સપ્રેસ
સલમાન ખાનની ફિલ્મ ઈદ પર નહીં આવે તો શાહરુખ ખાનની ફિલ્મ આવી જશે. હવે જે વર્ષે સલમાન ખાનની ફિલ્મ ઈદ પર ન આવી ત્યારે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ આવી ગઈ.

એક થા ટાઈગર
ઈદ પર સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઈગર રિલીઝ થઈ હતી જેણે દાબડતોડ કમાણી કરી હતી.

બજરંગી ભાઈજાન
સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાન પણ ઈદ પર જ આવી હતી જેને લોકોએ બહુ પસંદ કરી છે.

બૉડીગાર્ડ
ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મોમાં બૉડીગાર્ડ અને કિક પણ સામેલ છે.

ભૂલ ભુલૈયા
ઈદ રિલીઝના મામલે અક્ષય પણ પાછળ નથી. ઈદના મોકા પર એમની ફિલ્મ ભૂલ ભુલૈયા રિલીઝ થઈ હતી. ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
