કો-સ્ટાર સાથેની દુશ્મનીમાં મોટી ફિલ્મો ઠુકરાવી ચુક્યા છે આ બોલિવૂડ સ્ટાર્સ!

બોલિવૂડની ફિલ્મી દુનિયા જેટલી ફિલ્મી છે તેટલી જ વિવાદોથી ભરેલી છે. બોલિવૂડ સ્ટાર્સ ઘણી વખત પોતાની અંગત લાઈફને કારણે વિવાદોએ ચડે છે. તો ઘણા એવા સ્ટાર પણ છે જે બીજા સ્ટાર સાથેની દુશ્મનીને લઈને જાણીતા છે.

બોલિવૂડની ફિલ્મી દુનિયા જેટલી ફિલ્મી છે તેટલી જ વિવાદોથી ભરેલી છે. બોલિવૂડ સ્ટાર્સ ઘણી વખત પોતાની અંગત લાઈફને કારણે વિવાદોએ ચડે છે. તો ઘણા એવા સ્ટાર પણ છે જે બીજા સ્ટાર સાથેની દુશ્મનીને લઈને જાણીતા છે. આજે આપણે કેટલીક એવી ફિલ્મોની વાત કરવાના છીએ, જે ફિલ્મોને મોટા અભિનેતા કે અભિનેત્રીએ માત્ર એટલા માટે છોડી દીધી કારણ કે તે ફિલ્મના કો-સ્ટાર સાથે તેને સારા સંબંધો નથી.

કરીના કપૂર - ઇમરાન હાશ્મી

કરીના કપૂર - ઇમરાન હાશ્મી

કરીના કપૂર પોતાના કો-સ્ટાર્સને જોઈને ફિલ્મ પસંદ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, કરીના કરણ જોહરની ફિલ્મ બદતમીઝ દિલમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ ઈમરાન હાશ્મીના લિપ-લોક સીનને કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી.

અમિતાભ બચ્ચન - કરીના કપૂર

અમિતાભ બચ્ચન - કરીના કપૂર

અમિતાભ બચ્ચને ઘણી હિટ ફિલ્મો આપી છે. આ યાદીમાં બ્લેક પણ સામેલ છે. રિપોર્ટ્સનું માનીએ તો, અમિતાભ બચ્ચને આ ફિલ્મ કરવાની પહેલા ના પાડી દીધી હતી. તેમને ખબર પડી હતી કે આ ફિલ્મમાં કરીના કપૂરને કાસ્ટ કરવામાં આવી છે. પરંતુ તે બાદ કરીના કપૂરને બદલે રાની મુખર્જીને કાસ્ટ કરાતા બચ્ચને આ ફિલ્મ કરી હતી. અભિષેક અને કરિશ્માની સગાઈ તૂટ્યા બાદ અમિતાભ કરીના કપૂરથી નારાજ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન - સલમાન ખાન

ઐશ્વર્યા રાય બચ્ચન - સલમાન ખાન

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના અફેરની વાતો પુરી દુનિયા જાણે છે. બંનેના બ્રેકઅપ પછી બન્ને એકબીજાને બોલાવવાનું પણ પસંદ કરતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચને સંજય લીલા ભણસાલીની બાજીરાવ મસ્તાની એટલા માટે નકારી હતી, કારણ કે, નિર્માતાઓ આ ફિલ્મમાં સલમાન ખાનને કાસ્ટ કરવાના હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન - ઈમરાન હાશ્મી

ઐશ્વર્યા રાય બચ્ચન - ઈમરાન હાશ્મી

ઐશ્વર્યા રાયે ઈમરાન હાશ્મી સાથે કામ કરવાની પણ ના પાડી દીધી હતી. આ પાછળના કારણમાં જઈએ તો, કરણ જોહરના ચેટ શોમાં ઈમરાન હાશ્મીએ તેને પ્લાસ્ટિક કહી હતી.

રણબીર કપૂર - સોનાક્ષી સિંહા

રણબીર કપૂર - સોનાક્ષી સિંહા

રણબીર સિંહે અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે રણબીરને લાગે છે કે સોનાક્ષી સિંહા તેના કરતા ઘણી મોટી લાગે છે.

કેટરીના કૈફ - આદિત્ય રોય કપૂર

કેટરીના કૈફ - આદિત્ય રોય કપૂર

કેટરીના કૈફ પણ કો-સ્ટાર્સના કારણે ફિલ્મ છોડી ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે આદિત્ય રોય કપૂર સાથે કામ કરવાની ના પાડી હતી. કેટરીના કૈફ અને આદિત્ય રોય કપૂરે ફિલ્મ ફિતુરમાં સાથે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

રણવીર સિંહ - કેટરિના કૈફ

રણવીર સિંહ - કેટરિના કૈફ

આ યાદીમાં રણવીર સિંહનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓ ફિલ્મ બાર બાર દેખોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલા રણવીર સિંહને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ દીપિકાને કારણે રણવીર સિંહે આ ફિલ્મનો ઇનકાર કર્યો હતો. આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલમાં કેટરિના કૈફ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X