રાખી સાવંત પહેલા જેલ જઈ ચુકી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, એક તો ટેરેરિસ્ટના ચક્કરમાં ફસાઈ હતી
રાખી સાવંતનું બીજુ નામ બબાલ છે. તે કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહેવા માટે જાણીતી છે. હાલમાં પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી છે. તેના પર શર્લિન ચોપરાનો આપત્તિજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે.
બોલિવૂડની બબાલ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં પોલીસના ચક્કરમાં ફસાઈ છે. શર્લિન ચોપરાએ કરેલી એફઆરઆઈને લઈને પોલીસે રાખી સાવંતની ધરપકડ હતી હતી. બોલિવૂડમાં આ પહેલી વખત નથી. આવા વિવાદો ચાલતા રહે છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ પોલીસના ચક્કરમાં ફસાઈ ચુકી છે. આ લિસ્ટમાં મોનિકા બેદીથી લઈને સોનાલી બેંદ્રે સુધીના નામ સામેલ છે.

રાખી સાવંત
રાખી સાવંતનું બીજુ નામ બબાલ છે. તે કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહેવા માટે જાણીતી છે. હાલમાં પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી છે. તેના પર શર્લિન ચોપરાનો આપત્તિજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે.

મોનિકા બેદી
ક્યારેક અંડરવર્લ્ડ ડોન અબુ સલેમની ગર્લફ્રેન્ડ રહેલી મોનિકા બેદીને 2002માં જેલમાં જવુ પડ્યુ હતું. અબુ સલેમ સાથેના તેના સંબંધોને કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઘટનાએ તેનું પુરૂ કરિયર બરબાદ કર્યુ.

સના ખાન
સના ખાન મીડિયા કન્સલ્ટન્ટ સાથેના દુર્વ્યવહારને કારણે જેલની હવા કાઈ ચુકી છે. પોલીસે સના ખાન સાથે સાથે તેના બોયફ્રેન્ડ અને નોકરની પણ ધરપકડ કરી હતી.

મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણી પણ ડ્રગ્સ રેકેટમાં સામેલ થવાનો આરોપ લાગ્યો હતો. મમતા કુલકર્ણીએ વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યા છે. પોલીસે ડ્રગ્સ રેકેટમાં વિક્કી ગોસ્વામી સાથે મમતાની પણ ધરપકડ કરી લીધી હતી.

રિયા ચક્રવર્તી
અભિનેત્રી રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ લાંબો સમય વિવાદોમાં રહી હતી. આ દરમિયાન ડ્રગ્સ કાંડ પણ તેનું નામ આવ્યુ. રિયા ચક્રવર્તી લગલભ મહિનો સુધી જેલમાં રહી હતી.

સોનાલી બેંદ્રે
સોનાલી બેંદ્રે પણ એક સમયે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. એખ ફોટોશૂટ દરમિયાન તેને ઓમ નમ: શિવાય પહેરેલા આઉટફિટ પહેરતા વિવાદ થયો હતો. જેને લઈને તેને જેલમાં જવુ પડ્યુ હતું.

ભારતી સિંહ
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ કાંડમાં ઘણા બોલિવૂડ સ્ટારના નામ સામે આવ્યા હતા. આ દરમિયાન ભારતી સિંહનું પણ નામ આવ્યુ હતું. ભારતી સિંહના ઘરેથી ગાંજો મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

શ્વેતા બાસુ પ્રસાદ
શ્વેતા બાસુ પ્રસાદ પણ જેલમાં જઈ ચુકી છે. તેને પોલીસે એક હોટલમાંથી ઝડપી હતી. તેના પણ પૈસાના અભાવે વેશ્યાવૃતિ કરવાનો આરોપ લાગ્યો હતો.

મધુબાલા
અભિનેત્રી મધુબાલાએ એડવાન્સ ફી લીધા બાદ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને જેલમાં જવુ પડ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
