આ છે બોલિવૂડના હાઈએસ્ટ પેઈડ એક્ટર, ફી સાંભળીને ઘણા મેકર્સ સાઈન કરવાનું માંડી વાળે છે
બોલિવૂડના ઘણા સ્ટાર એક્ટર પોતાના દમ પર ફિલ્મને સુપરહિટ કરી શકે છે. આવા એક્ટર ફિલ્મ માટે મોટી ફી વસૂલે છે.
ફિલ્મી દુનિયા બોક્સ ઓફિસ પર નભે છે. બોક્સ ઓફિસ પર દર્શકોની ભીડ જ ફિલ્મ અને ફિલ્મ સ્ટારનું ભવિષ્ય નક્કી કરે છે. જો કે કેટલાક ફિલ્મ સ્ટાર એવા પણ જેના કારણે બોક્સ ઓફિસ પર લોકોની ભીડ જામે છે. હાલમાં જ રિલીઝ થયેલી પઠાણ આનું સૌથી તાજુ ઉદાહરણ છે. બોલિવૂડના ઘણા એક્ટર પોતાના દમ પર ફિલ્મને સુપર હિટ કરાવી દેવાની તાકાત રાખે છે. જો કે આવા એક્ટરને તમામ ફિલ્મ મેકર્સ સાઈન કરી શકતા નથી. તગડી ફી લેતા આ એક્ટર તમામ ફિલ્મ મેકર્સને પોસાતા નથી. આજે આપણે આવા જ બોલિવૂડના હાઈએસ્ટ પેઈડ એક્ટર્સની વાત કરવાના છીએ.

સૈફ અલી ખાન
બોલિવૂડના ઘણી હિટ ફિલ્મો આપનાર અભિનેતા સૈફ અલી ખાનની બોલિવૂડમાં અલગ ઓળખ છે. એક રિપોર્ટ અનુસાર, સૈફ અલી ખાન તેની એક ફિલ્મ માટે મેકર્સ પાસેથી 15 થી 20 કરોડ રૂપિયા વસુલે છે.

અમિતાભ બચ્ચાન
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન ફિલ્મમાં હોય તો ફિલ્મ સફળ થવાની સંભાવના વધી જાય છે. અહેવાલો અનુસાર, અમિતાભ બચ્ચન તેની એક ફિલ્મ માટે 18 થી 20 કરોડ રૂપિયા ફી લે છે.

રણબીર કપૂર
બોલિવૂડમાં બરફી જેવી ઘણી સુપર હિટ ફિલ્મ આપનાર રણબીર કપૂર પણ તગડી ફી વસૂલે છે. સમાચારો અનુસાર, રણબીર કપૂર તેની એક ફિલ્મ માટે અંદાજે 25 કરોડ રૂપિયા આસપાસની ફી વસૂલે છે.

અજય દેવગન
હાલમાં જ સુપરહીટ ફિલ્મ દ્રશ્યમમાં જોવા મળેલો અજય દેવગન સફળ અભિનેતાઓમાં સામેલ છે અને તેની મોટી ફેન ફોલોઈંગ છે. રિપોર્ટ અનુસાર, અજય દેવગણ કોઈપણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે 30થી 52 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.

રણવીર સિંહ
ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોને પસંદ આવેલ અભિનેતા રણવીર સિંહ પણ ફિલ્મ માટે મોટી ફી વસૂલે છે. અંદાજ મુજબ રણવીર સિંહ તેની એક ફિલ્મ માટે 30-40 કરોડ રૂપિયા ફી લે છે.

ઋતિક રોશન
હાઈએસ્ટ ફી વસૂલતા એક્ટરોમાં ઋતિક રોશનનું નામ પણ સામે છે. અહેવાલો અનુસાર, ઋતિક રોશન તેની એક ફિલ્મ માટે અંદાજે 50 થી 65 કરોડ રૂપિયાની તગડી ફી લે છે.

આમિર ખાન
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટના નામે જાણીતો આમિર ખાન તેની અલગ પ્રકારની ફિલ્મો માટે જાણીતો છે. 3 ઈડિયટ્સ અને દંગલ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર આમિર ખાન ફિલ્મ માટે અલગથી કોઈ ચાર્જ કરતો નથી પરંતુ ફિલ્મન તગડી કમાણીમાંથી હિસ્સો લે છે. તેની ફિલ્મો હજારો કરોડ કમાય છે.

શાહરૂખ ખાન
હાલમાં પઠાણથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલો શાહરૂખ ખાન મોસ્ટ પોપ્યૂલર અભિનેતાઓમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન 50 કરોડ રૂપિયા ફી લેતો હતો. જો કે હવે તે પણ ફિલ્મના પ્રોફીટમાંથી 45 ટકા ભાગ લે છે.

સલમાન ખાન
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન સૌથી વધુ ફી વસૂલવા મુદ્દે બીજા નંબરે છે. ટાઈગર સિરિઝથી ઘણી ફિલ્મો આપી રહેલો સલમાન ખાન એક ફિલ્મ માટે અંદાજે 70 થી 75 કરોડ રૂપિયા વસૂલે છે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર બોલિવૂડનો હાઈએસ્ટ પેઈડ એક્ટર છે. મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર તેની એક ફિલ્મ માટે 135 કરોડ રૂપિયાની મોટી ફી વસૂલે છે. અક્ષયની ફિલ્મો સફળતાને ગેરંટી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
