ધમકી મળ્યા બાદ વધારવામાં આવી સલમાન ખાનની સિક્યોરિટી, ઘણા બૉડીગાર્ડ પણ સુરક્ષામાં તૈનાત
સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો. ત્યારબાદથી જ બંનેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મુંબઈઃ હાલમાં જ બૉલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો. ત્યારબાદથી જ બંનેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન સોમવારે સલમાન ખાન સાથે મુંબઈના કલિના એરપોર્ટ પર પોલિસ સિક્યોરિટી જોવા મળી. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સલમાન ખાનની કાર એરપોર્ટ પહોંચી અને પછી એક પોલિસ અધિકારી કારમાંથી ઉતર્યો. ત્યારબાદ એક અન્ય બૉડીગાર્ડ સલમાનના પર્સનલ બૉડીગાર્ડ શેરા સાથે પોલિસવાળા સલમાનને લઈ જાય છે.

સલમાનને મળી ધમકી
તમને જણાવી દઈએ કે રવિવારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે સલમાનની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. સલમાન ખાનના પિતા સલીમ ખાનને 5 જૂને એક પત્ર મળ્યો હતો જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પત્રમાં લખવામાં આવ્યુ છે કે સલમાન ખાનની હાલત પણ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા જેવી થશે. પત્રને ગંભીરતાથી લેતા મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે સલમાન ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે.
સિદ્ધુ મૂસેવાલાની થઈ હત્યા
ઉલ્લેખનીય છે કે 29 મેના રોજ પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પંજાબની કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવી હતી, જેની પુષ્ટિ ગેંગના અન્ય સભ્ય ગોલ્ડી બ્રારે તેની ફેસબુક પોસ્ટ દ્વારા કરી હતી. તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈએ વર્ષ 2018માં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. સદનસીબે, યોજના સફળ થાય તે પહેલા, પોલીસે ગેંગસ્ટરને પકડી લીધો.

સીસીટીવી ચેક કરી રહી છે પોલિસ
હાલમાં સલમાન ખાન અને તેના પિતાને ધમકીઓ મળી છે આવી સ્થિતિમાં પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. બિશ્નોઈ જૂથે સલમાન ખાનને આ ધમકી આપી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. માહિતી મુજબ તપાસકર્તાઓએ વિસ્તારના 200થી વધુ સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ એકત્ર કર્યા છે જેણે બાંદ્રા બેન્ડસ્ટેન્ડની બેન્ચ પર પત્ર મૂક્યો હતો જ્યાં સલીમ ખાન રવિવારે સવારે મૉર્નિંગ વૉક પછી બેઠા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
