Kapil Sharma Show શો બંધ થવા જઈ રહ્યો છે? જાણો શું છે હકિકત?
ટીવી અને કોમેડીની દુનિયામાં જાણીતો કપિલ શર્મા શો બંધ થવા જઈ રહ્યો હોવાની અટકળો શરૂ થઈ છે. બોલિવૂડ અને દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ જેમા જોવા મળે છે તે કપિલ શર્મા શો બંધ થઈ રહ્યો છે કે કેમ ફેન્સ તે જાણવા માંગે છે. આ શોના તમામ એપીસોડ ફેન્સને ખુબ જ પસંદ આવ્યા છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કપિલ શર્મા શોની ચોથી સિઝન આવનારા સમયમાં ઓનએર થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હાલ ચર્ચા ચાલી રહી છે કે શો બંધ થવા જઈ રહ્યો છે કે કેમ? ફેન્સ પણ આ સવાલને સોશિયલ મીડિયા પર પુછી રહ્યા છે. હવે આ મુદ્દે કપિલ શર્માની પ્રતિક્રિયા પણ આવી છે.

હાલમાં જ કપિલ શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અત્યારે કંઈ પણ અંતિમ નથી. વાસ્તવમાં કપિલ શર્મા જુલાઈ મહિનામાં લાઈવ ટૂર માટે UAS જઈ રહ્યો છે. કપિલ શર્માએ કહ્યું કે શું કરવુ એ આગળ જોઈશું.
કપિલના આ નિવેદને અફવાઓ પર રોક લગાવી દીધી છે. જો કે તે નિશ્ચિત છે કે કપિલ શર્મા જુલાઈમાં પ્રવાસ પર જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જો તે દરમિયાન શો ઓફ એર રહેશે તો તેને જુલાઈ પછી ફરી શરૂ કરવામાં આવશે.
કપિલ શર્મા શો અને હોસ્ટ કપિલ શર્મા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. કલાકારો ઘણીવાર તેમની ફિલ્મોના પ્રમોશન માટે શોમાં આવે છે. આ સાથે તેમના જીવનના અનુભવો શેર કરે છે. આગામી એપિસોડમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની ટીમ જોવા મળવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
