Box Office: શાહરૂખ પછી હવે અક્ષયનો વારો, જંગલ બુકની જબરી કમાણી
જંગલ જંગલ બાત ચલી હૈ...પતા ચલા હૈ..અરે ચડ્ડી પહેનકર ફુલ ખીલા હૈ...ફુલ ખીલા હૈ. આ ગીતની જેમ જ મોગલી ફિવર બધા પર છાયો છે. શું નાના શું મોટા ફિલ્મની રિલિઝ 8 એપ્રિલે થઇ હતી આટલો સમય થઇ ગયો છે તેમ છતાં આ ફિલ્મનું બોક્સ ઓફિસ કમાણી ઓછું થવાનું નામ જ નથી લેતી. એટલું જ નહીં જો તે આમ જ કમાણી કરતી રહી તો આ વર્ષની તે અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની જશે.
વોલ્ટ ડિઝની સ્ટૂડિયો બેનર હેઠળ બનેલી આ ફિલ્મના હિન્દી ડબિંગ માટે પ્રિયંકા ચોપડા, ઓમ પુરી, નાના પાટેકર, ઇરફાન ખાન જેવા એક્ટરોએ પોતાનો અવાજ આપ્યો છે. અને બહુ જલ્દી તે હિન્દી ફિલ્મોના અનેક રોકોર્ડ તોડવાની છે. ત્યારે જુઓ કેટલાની કમાણી કરી ચૂકી છે આ ફિલ્મ અને કયો રેકોર્ડ તે હવે તોડશે....

ધ જંગલ બુક
ધ જંગલ બુકે ભારતમાં અત્યાર સુધી 113.70 કરોડની કમાણી કરી છે. અને હજી પણ આ ફિલ્મ થિયેટરોમાં સારી ચાલી રહી છે.

એરલિફ્ટ
અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટને 127 કરોડનું કલેક્શન કર્યું છે. અને બહુ જલ્દી જંગલ બુક અક્ષય કુમારની ફિલ્મની આ કમાણીને પાછી પાડી દેવાની છે.

નીરઝા
સોનમ કપૂરની ફિલ્મ નીરઝાએ પણ 75.5 કરોડની ધમાકેદાર કમાણી કરી છે. અને સુપરહિટ ફિલ્મોની લિસ્ટમાં ત્રીજી છે.

કપૂર એન્ડ સન્સ
કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ કપૂર એન્ડ સન્સે પણ 73 કરોડની કમાણી કરી છે.

ફેન
શાહરૂખ ખાનની હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ફેને 64.15 કરોડની કમાણી કરી છે. જો કે આ ફિલ્મ બહુ કમાણી નહીં કરે તેવું જાણકારોનું કહેવું છે.

કી એન્ડ કા
આર બાલ્કીની આ ફિલ્મ પણ 50 કરોડનો આંકડો પાર કર્યો છે. જે આ ફિલ્મ માટે સારો છે.

વઝીર
અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ વઝીરે પણ બોક્સ ઓફિસ પર 42 કરોડની કમાણી કરી હતી.

ધાયલ વન્સ અગેન
સની દેઓલની કમબેક ફિલ્મ ધાયલ વન્સ અગેન પણ 40 કરોડની કમાણી કરી હતી.

મસ્તીજાદે
સની લિયોની ડબલ ટ્રીટ મસ્તીજાદે પણ આ ટોપ લિસ્ટમાં છે અને તેણે 38 કરોડની કમાણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
