પઠાન વિવાદ પર સ્વરા ભાસ્કરે નેતાઓને ઝાટક્યા, કહ્યુ - અભિનેત્રીઓના કપડા જોવામાંથી ફૂરસદ મળે તો...
પઠાન ફિલ્મને લઈને ઉઠી રહેલા વિવાદ પર સ્વરા ભાસ્કરે નેતાઓને ઝાટક્યા છે.
Swara Bhaskar On Pathaan Controversy: શાહરુખ ખાનની ફિલ્મ પઠાન માટે હાલમાં વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મના બેશરમ ગીતના રિલીઝને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે. જો કે, અમુક સ્ટાર્સ એવા પણ છે જે આ ફિલ્મ અને શાહરુખ ખાનના સમર્થનમાં ઉભા છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે શાહરુખના સમર્થમાં એક પોસ્ટ મૂકી છે. સ્વરા ભાસ્કરે શાહરુખ ખાનની ફિલ્મને લઈને નેતાઓને ઝાટકી દીધા છે. તેણે નેતાઓને અરીસો બતાવીને કંઈક કામ કરવાની સલાહ આપી છે.

'અભિનેત્રીઓના કપડાં જોવામાંથી ફૂરસદ મળતી તો શું ખબર...'
'મળો આપણા દેશના શાસક રાજનેતાઓને.. અભિનેત્રીઓના કપડાં જોવામાંથી ફૂરસદ મળતી તો શું ખબર કંઈક કામ પણ કરી લેત?!!?!' તેણે આ સાથે #Pathaan પણ લખ્યુ છે. આ સિવાય આ પોસ્ટમાં તેણે બેશરમ રંગ ગીતમાંથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની તસવીર પણ શેર કરી છે. સ્વરા ભાસ્કરે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના નિવેદનને લઈને આ નિવેદન આપ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે તે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.

'સત્તાધારી સાંસદો પોતે જ ઠુમકી રહ્યા છે'
સ્વરા ભાસ્કરની આ પોસ્ટ બાદ ફેન્સ પણ સોશિયલ મીડિયા પર તેના અને શાહરૂખ ખાનના સમર્થનમાં ઉભા થયા છે. એક યુઝરે લખ્યું છે કે, 'સત્તાધારી સાંસદો પોતે જ ઠુમકી રહ્યા છે.' આ ઉપરાંત એકે લખ્યું છે કે, 'દિલમાં ગંદકી! દિમાગમાં ગંદકી! જે કામ માટે દેશ ચલાવવાની જવાબદારી આપવામાં આવી હતી તે કામ નથી થઈ રહ્યુ! એ જ કામ બચ્યુ છે કે કોણ શું પહેલા અને કોણ શું ખાશે એ નેતાજી નક્કી કરે!'
|
25 જાન્યુઆરીએ ફિલ્મ થશે રિલીઝ
આવી અનેક ટ્વીટ અને કોમેન્ટ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પઠાણ આવતા વર્ષની 25 તારીખે રિલીઝ થવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં આ ફિલ્મને લઈને મોટો ધમાકો થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
