Snapped : અભિષેકની પાર્ટીના બહાને સુઝાને અર્જુન સાથે કરી Transparency!
મુંબઈ, 7 ઑગસ્ટ : બૉલીવુડમાં અટકળોને ક્યારેય વિરામ મળતુ નથી. કોઈ જોડી બનતી હોય કે પછી બગડતી હોય, તેની પાછળ અટકળોનો પ્રવાહ તો હંમેશા ચાલુ જ રહે છે. તેમાં પણ બનતી જોડીઓ અંગેની અટકળો કરતા લોકોને બગડતી કે તુટતી કે તુટેલી જોડીઓ અંગેની અટકળો વાંચવા-સાંભળવામાં વધુ રસ પડતો હોય છે.
બૉલીવુડની આવી જ એક તુટેલી જોડી છે હૃતિક-સુઝાન. હૃતિક રોશન અને તેમના ભૂતપૂર્વ પત્ની સુઝાન વચ્ચેના સંબંધો જ્યારે બન્યા હતાં, ત્યારે એટલા ચર્ચામાં નહોતા, પરંતુ જ્યારથી બંનેના સંબંધો વણસવા લાગ્યા, ત્યારથી બંને હૅડલાઇન્સ બનતા રહ્યાં છે અને છુટાછેડા લીધા બાદ પણ આ જોડીની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લેતી. એટલુ જ નહીં, તાજેતરમાં જ સુઝાન દ્વારા હૃતિક રોશન પાસે ખાધા-ખોરાકી પેટે 400 કરોડની માંગણી કરાયાના સમાચાર પણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા હતાં. જોકે પછીથી તેનું ખંડન કરાયુ હતું.
હૃતિક રોશન અને સુઝાને કાયદેસર છુટાછેડા લઈ લીધાં છે. ગત વર્ષના અંતે બંનેએ જુદા રહેવાનો નિર્ણય કર્યો હતો અને હવે કોર્ટ કાર્યવાહી વડે બંને કાયદેસર ભૂતપૂર્વ પતિ-પત્ની બની ચુક્યાં છે. બંનેના સંબંધો વણસવા પાછળના અનેક કારણો કહેવાય છે. તેમાં હૃતિકના બાર્બરા મોરી સાથે, તો સુઝાનના અર્જુન રામપાલ સાથેના સંબંધો પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે.
જોકે હૃતિક રોશન અને બાર્બરા મોરીઅંગે અફવાઓ ઓછી વહેતી હોય છે, પરંતુ સુઝાન અને અર્જુન રામપાલ મોટાભાગના ઇવેંટ્સમાં સાથે દેખાય છે અને ચોંકાવનારી બાબત તો એ છે કે સુઝાન હૃતિક રોશન સાથે છુટાછેડા લીધાના ચોવીસ કલાક બાદ જ અર્જુન રામપાલ સાથે બાન્દ્રા ખાતેના રેસ્ટોરંટમાં દેખાયા હતાં અને હૃતિકથી છુટા પડ્યા બાદ તો સુઝાન-અર્જુનની મુલાકાતો સતત વધતી જઈ રહી છે.
સુઝાન-અર્જુનની વધુ એક લેટેસ્ટ મુલાકાતના સમાચાર આવી રહ્યાં છે. અભિષેક કપૂરના જન્મ દિવસની પાર્ટીમાં સુઝાન-અર્જુન ફરી એક વાર સાથે પહોંચ્યાં અને આ સાથે જ આ બંનેનું નામ પુનઃ ચર્ચામાં આવી ગયું.
ચાલો તસવીરો સાથે બતાવીએ સુઝાનની અર્જુન સાથે ટ્રાંસપરંસી :

અભિષેક કપૂરની બર્થ ડે પાર્ટી
અભિષેક કપૂરે તાજેતરમાં જ પોતાના જન્મ દિવસે એક પાર્ટીનું આયોજન કર્યુ હતું કે જેમાં સુઝાન પણ ખાસ મહેમાન હતાં.

ટ્રાંસપરંટ સુઝાન
સુઝાન અભિષેક કપૂરની બર્થ ડે પાર્ટીમાં ટ્રાંસપરંટ ડ્રેસ પહેરીને પહોંચ્યા હતાં અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

અર્જુનની પણ હાજરી
હૃતિક-સુઝાન વચ્ચે સંબંધો વણસવા માટે જવાબદાર ગણાતા અર્જુન રામપાલ પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતાં કે જેથી સુઝાન-અર્જુનના સંબંધો અંગેની ચર્ચાઓને વધુ હવા મળી છે.

જ્યાં સુઝાન, ત્યાં અર્જુન
આવુ પહેલી વાર નથી બન્યું. અગાઉ પણ ગત મે માસમાં હૃતિક સાથેના છુટાછેડાના થોડાક જ કલાકો બાદ સુઝાન બાંદ્રા ખાતેના એક રેસ્ટોરંટ પહોંચ્યા હતાં કે જ્યાં અર્જુન રામપાલ પણ હાજર હતાં. ખેર, હવે જુઓ અભિષેકની બર્થ ડે પાર્ટીના અન્ય મહેમાનો.

અરબાઝ ખાન
અભિષેક કપૂરની બર્થ ડે પાર્ટીમાં અરબાઝ ખાન પણ પહોંચ્યા હતાં.

ચંકી-નંદિતા
અભિષેકને જન્મ દિવસની શુભેચ્છા આપવા પત્ની સાથે ચંકી પાન્ડે અને નંદિતા મહતાણી પણ પહોંચ્યા હતાં.

યુવરાજ-ઝહીર
ક્રિકેટમાંથી હાલમાં મુક્ત ઝહીર ખાન અને યુવરાજ સિંહ પણ અભિષેકની બર્થ ડે પાર્ટીના મહેમાન બન્યા હતાં.

સુશાંત સિંહ રાજપૂત
અભિષેક કપૂરની બર્થ ડે પાર્ટીમાં સુશાંત સિંહ રાજપૂત.

મુકેશ છાબરા
અભિષેક કપૂરની બર્થ ડે પાર્ટીમાં મુકેશ છાબરાએ હાજરી આપી હતી.

મહેમાન
અભિષેક કપૂરની બર્થ ડે પાર્ટીમાં પહોંચતા મહેમાનો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
