સુશાંતના વિસરા રિપોર્ટ પર એઈમ્સની સફાઈ, મીડિયા અટકળોની પુષ્ટિ ન કરી શકીએ

સુશાંત સિંહ રાજપૂતના વિસરા રિપોર્ટ વિશે મીડિયામાં ચાલી રહેલા સમાચારોને નકારતા એઈમ્સના મેડિકલ બોર્ડના અધ્યક્ષે સફાઈ આપી છે.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના વિસરા રિપોર્ટ વિશે મીડિયામાં ચાલી રહેલા સમાચારોને નકારતા એઈમ્સના મેડિકલ બોર્ડના અધ્યક્ષે સફાઈ આપતા કહ્યુ કે તેમણે મેડિકલ રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે. એઈમ્સના મેડિકલ બોર્ડના અધ્યક્ષ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યુ કે સુશાંત સિંહ કેસમાં વિસરા રિપોર્ટ એઈમ્સે સીબીઆઈને સોંપી દીધો છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે. એવામાં રિપોર્ટ બીજા કોઈ સાથે શેર કરવાનો સવાલ જ નથી ઉઠતો. તેમણે કહ્યુ કે મીડિયામાં ચાલી રહેલ સમાચારોની અમે પુષ્ટિ ન કરી શકીએ.

sushant singh rajput

વાસ્તવમાં મીડિયામાં સમાચારો ચાલી રહ્યા છે કે સુશાંતના વિસરામાં ઝેર મળ્યુ નથી. સમાચારોને એઈમ્સના રિપોર્ટના હવાલાથી ચલાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ એઈમ્સના મેડિકલ બોર્ડના અધ્યક્ષે ખુદ આ કેસમાં સફાઈ આપી કે તેમણે રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે. ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યુ કે એઈમ્સના મેડિકલ બોર્ડે પોતાનુ મેડિકોલીગલ ઑપિનિયન સીબીઆઈને સોંપી દીધુ છે. આ કોઈ સાથે શેર ન કરી શકાય કારણકે આ કેસ સબજ્યુડિસ છે. તેમણે કહ્યુ કે અમે મીડિયામાં ચાલી રહેલ કોઈ પણ અનુમાનની પુષ્ટિ નથી કરતા.

સુશાંત કેસમાં સીબીઆઈએ કહ્યુ કે તે આ કેસમાં દરેક પાસાંની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં પ્રોફેશનલ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ પણ પાસાંનો ઈનકાર કરવામાં આવ્યો નથી. વાસ્તવમાં સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈ તપાસની ગતિ ખૂબ જ ધીમી છે. આ કેસમાં ધ્યાન સીબીઆઈથી હટીને નાર્કોટિક્સની તપાસ તરફ જતુ રહ્યુ છે. વિકાસ સિંહે આરોપ લગાવ્યો કે તેમને ખબર જ નથી કે કેસ કઈ દિશામાં જઈ રહ્યો છે. તેમણે સીબીઆઈના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યુ કે આજ સુધી સીબીઆઈ તરફથી આ કેસમાં કોઈ બ્રીફિંગ કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X