રિયાએ ડ્રગ્ઝ કનેક્શન કેસમાં NCB સામે ખોલ્યા 3 રાઝ, આજે ફરીથી થશે પૂછપરછ
રવિવારે રિયાની NCB ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી જે બાદ એકવાર ફરીથી સોમવારે રિયાની ફરીથી પૂછપરછ કરવામાં આવશે.
નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને 85 દિવસ વીતી ચૂક્યા છે. અત્યાર સુધી બે રાજ્યોની પોલિસ અને એજન્સીઓ આ કેસમાં તપાસ સાથે જોડાઈ ચૂકી છે પરંતુ અત્યાર સુધી સુશાંતના મોત પરથી પડદો નથી ઉઠ્યો. સુશાંત કેસમાં ડ્રગ્ઝ કનેક્શનની વાત સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ રિયા ચક્રવર્તી, તેના ભાઈ, સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મિરાંડાની પૂછપરછ કરી. રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરવામાં આવી. તેમની પૂછપરછમાં રિયા ચક્રવર્તીનુ નામ સામે આવ્યુ, ત્યારબાદ NCBએ રિયા પર ગાળિયો કસ્યો છે. રવિવારે રિયાની NCB ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી જે બાદ એકવાર ફરીથી સોમવારે રિયાની ફરીથી પૂછપરછ કરવામાં આવશે.

રિયાએ ખોલ્યા 3 રાઝ
NCB સામે પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ ઘણા મહત્વના ખુલાસા કર્યા. રિયાએ ડ્રગ્ઝની ચેટની વાત કબૂલી. એનસીબી સામે રિયાએ માન્યુ કે તેને એ વિશે માહિતી હતી કે 17 માર્ચે સેમ્યુઅલ મિરાંડા ઝૈદ પાસે ડ્રગ્ઝ ડિલીવરી માટે ગયો હતો. રિયાએ એનસીબી સામે એ વાત પણ કબૂલી કે તે અને તેનો ભાઈ ડ્રગ્ઝ પેડલર ઝૈદ પાસે ડ્રગ્ઝ ડિલીવરી માટે કૉર્ડિનેટ કરી રહ્યા હતા.

ભાઈની મદદથી સુશાંત માટે મંગાવતી હતી ડ્રગ્ઝ
રિયાએ એ વાત કબૂલી કે તે શોવિકની મદદથી સુશાંત માટે ડ્રગ્ઝ મંગાવતી હતી. શોવિક બાશિત નામના ડ્રગ પેડલર પાસેથી ડ્રગ ખરીદતો હતો. એટલુ જ હિ બાશિતની રિયાના ઘરે અવર-જવર હતી. રિયાએ 15 માર્ચે ડ્રગ્ઝ માટે પોતાના ભાઈ શોવિક સાથે થયેલી ચેટની વાત પણ કબૂલી લીધી છે.

સોમવારે ફરીથી થશે પૂછપરછ
રિયાએ રવિવારે 6 કલાક સુધી પૂછપરછ ચાલી. વળી, સોમવારે પણ રિયાને પૂછપરછ માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવી છે. આ પહેલા શુક્રવાર અને શનિવારે ડ્રગ્ઝ કેસમાં એનસીબીની ટીમે રિયા ચક્રવર્તી સહિત અમુક ડ્રગ પેડલર્સના ઘરે રેડ પાડી હતી. સોમવારે ફરીથી રિયાની આ કેસમાં પૂછપરછ કરવામાં આવશે.

ભારે માત્રામાં ડ્રગ્ઝ જપ્ત
એનસીબીએ રિયાના ભાઈ શોવિક સહિત 7 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં સુશાંતના હાઉસ સ્ટાફ દીપેશ સાવંતની પણ એનસીબીએ મોડી રાતે પૂછપરછ કરી હતી. દીપેશે પૂછપરછમાં જણાવ્યુ કે રિયા ઘરે ડ્રગ્ઝ મંગાવતી હતી. વળી, રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીએ કડક પૂછપરછમાં જણાવ્યુ કે તે કૈઝાન, બાસિત પરિહાર અને ઝૈદ સાથે સીધો સંપર્ક હતો. એનસીબીએ આ કેસમાં પહેલેથી ધરપકડ કરવામાં આવલ ડ્રગ્ઝ હેન્ડલર કૈઝાન ઈબ્રાહીમના ખુલાસા બાદ એક વ્યક્તિના ઘરે રેડ પાડી જ્યાંથી તેમને ભારે માત્રામાં હૈશ, એલએસડી અને ગાંજો સહિત ડ્રગ્ઝ મળી આવ્યા.












Click it and Unblock the Notifications
