‘જેલમાં સ્વસ્થ છે સૂરજ’ : બહેન સનાએ કરી મુલાકાત
મુંબઈ, 18 જૂન : અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી આર્થર રોડ જેલમાં કુખ્યાત ગુનેગારો સાથે બંધ છે અને તેમને મળવા ગયેલ તેમના બહેનનું કહેવું છે કે સૂરજ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી રહ્યાં છે.

સૂરજના બહેન સના પંચોલીએ તાજેતરમાં જ જેલમાં જઈ સૂરજ પંચોલી સાથે મુલાકાત કરી. તેમના પરિવાર માટે સારી બાબત એ છે કે સૂરજ માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ છે. પંચોલી પરિવારના એક મિત્રે જણાવ્યું - સના ખૂબ જ ભયભીત અને નિરાશ અવસ્થા સાથે ત્યાં ગયા હતાં, પરંતુ તેઓ આશાઓ સાથે પરત ફર્યાં. સનાને આ વાતનો વિશ્વાસ છે કે તેમનો ભાઈ ટુંકમાં જ જેલમાંથી બહાર આવશે. સૂરજે પણ સનાને પોતાની હાલત અંગે આશ્વાસન આપ્યું છે.
નોંધનીય છે કે સૂરજ પંચોલી હજી બૉલીવુડ કૅરિયર શરૂ કરવાના હતાં કે તે અગાઉ જ તેઓ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં અટવાઈ ગયાં છે. સૂરજને સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મમાં હીરો તરીકે લેવાના હતાં.
પંચોલી પરિવારના મિત્રના જણાવ્યા મુજબ - અન્ય સાથી કેદીઓ સૂરજ અચાનક જેલમાં આવતાં તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે તથા તેઓ જેલમાં થતી હિંસામાંથી તેને બચાવી તેની રક્ષા કરે છે. સૂરજને ખબર છે કે તેના પિતા આદિત્ય પંચોલી ગભરાયેલાં છે. સૂરજે સનાને સંદેશો આપ્યો કે તેઓ પિતાને કહે કે મેં કશુંય કર્યું નથી. મેં કોઈ ગુનો કબુલ નથી કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
