Pics : ફૅન્સ કમલની સાથે, કેટલાંકે મની ઑર્ડર મોકલ્યાં
અમદાવાદ, 31 જાન્યુઆરી : કમલ હસનની વિવાદમાં પડેલી ફિલ્મ વિશ્વરૂપમ અંગે ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ સાઇટ્સ ઉપર લોકોએ સમર્થનનો મારો ચલાવ્યો છે.
તામિળનાડુ સરકાર દ્વારા કેટલાંક મુસ્લિમ સંગઠનોના વિરોધ બાદ વિશ્વરૂપમ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તો બીજી બાજુ કમલે કોર્ટનો આસરો લેતાં, ત્યાંથી પણ તેમને હાલ તો નિરાશા જ હાથ લાગી છે. મદ્રાસ હાઈકોર્ટે આ ફિલ્મ ઉપર હાલ સોમવાર સુધીનો વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે.
આ સમગ્ર વિવાદમાં ડીએમકે નેતા કરુણાનિધિએ હસ્તક્ષેપ કરતાં રાજકારણ ગરમાઈ ગયું હતું, તો આજે મુખ્યમંત્રી જયલલિતા પણ સ્પષ્ટીકરણ આપવાં સામે આવી ગયાં.
નેતાઓ અને કોર્ટમાં ચાલતા સંઘર્ષ વચ્ચે જોઇએ સોશિયલ સાઇટ્સ ઉપર અને અંત રીતે કઈ રીતે લોકો કમલ હસન અને વિશ્વરૂપમને ટેકો આપી રહ્યાં છે.

કમલને ફૅન્સનો ટેકો
વિશ્વરૂપમ અંગે ટેકો આપવા ઘર આગળ ભેગા થયેલાં ફૅન્સને હાથ ઊંચો કરી આભાર વ્યક્ત કરતાં કમલ હસન.

કમલને ફૅન્સનો ટેકો
ફેસબુક ઉપર કમલ હસન દ્વારા ફિલ્મ વિશ્વરૂપમ અંગે વ્યક્ત કરાયેલી સ્પષ્ટતા અને વેદના અંગેનો પત્ર પણ ખૂબ શૅર કરાઈ રહ્યો છે.

કમલને ફૅન્સનો ટેકો
કમલ હસન અને વિશ્વરૂપમના ટેકામાં તામિળનાડુ ખાતે મૂકાયેલા મોટા-મોટા હોર્ડિંગ્સ, પોસ્ટર્સ અને બૅનર્સ.

કમલને ફૅન્સનો ટેકો
ચેન્નઈ ખાતેના એસએસઆર પંકજમ્ થિયેટર ખાતે મૂકાયેલ પ્રતિબંધિત વિશ્વરૂપમ ફિલ્મનું બૅનર.

કમલને ફૅન્સનો ટેકો
દેવી કરુમારી અને વીરુગમ્બક્કમે વિશ્વરૂપમનું તાજું પોસ્ટર્સ મૂક્યું છે.

કમલને ફૅન્સનો ટેકો
ફેસબુક ઉપર વિશ્વરૂપમ અંગે કોર્ટમાં ચાલતી સુનાવણીને કમલના ટેકેદારો દ્વારા કંઈક આ રીતે રજૂ કરવામાં આવી છે.

કમલને ફૅન્સનો ટેકો
ચેન્નઈમાં કમલ હસનની ફિલ્મ ઉપર પ્રતિબંધ સામે રોડ ઉપર ધરણા પર બેસેલા કમલના ફૅન્સ.

કમલને ફૅન્સનો ટેકો
અમૂલે પણ કમલ હસનને આ પ્રકારની કાર્ટૂન એડ દ્વારા ટેકો આપ્યો છે. અમૂલે વિશ્વરૂપમ નામને વિશ્વ-આરોપમ તરીકે રજૂ કર્યું છે.

કમલને ફૅન્સનો ટેકો
તામિળનાડુ સરકારના પ્રતિબંધ અને મદ્રાસ હાઈકોર્ટ ખાતેથી પણ રાહત ન મળતાં કમલ હસન મીડિયા સમક્ષ લાગણીશીલ બની ગયા હતાં.

કમલને ફૅન્સનો ટેકો
કમલ હસને જણાવ્યું છે કે વિશ્વરૂપમ ફિલ્મ માટે તેમણે પોતાનું બધું જ દાવ ઉપર લગાડી દીધું છે. અહીં સુધી કે મિલકત પણ ગિરવે મુકી છે. કમલ પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવાં કેટલાક ફૅન્સ કમલ હસનને આર્થિક સહાય કરવા આતુર બન્યા છે અને તેમણે કમલ હસનના નામે મની ઑર્ડર પણ મોકલવાં શરૂ કર્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
