આત્માની સિક્વલ બનશે, વાર્તા તૈયાર : સુપર્ણ
મુંબઈ, 20 માર્ચ : બિપાશા બાસુની ફિલ્મ આત્મા પરમ દિવસે થિયેટરોમાં દસ્તક આપવા જઈ રહી છે. 22મી માર્ચે પડદાને ચીરવા માટે તૈયાર આત્મા પછી વધુ એક આત્મા ટુંકમાં જ આવશે. તેની જાહેરાત દિગ્દર્શક સુપર્ણ વર્માએ અત્યારથી કરી દીધી. ફિલ્મનું નામ હશે આત્મા 2, ફિર આત્મા અથવા આત્મા રિટર્ન્સ.
ખેર નામ કોઈ પણ હોય, પરંતુ બિપાશા બાસુના કૅરિયર માટે આ ફિલ્મ પણ મહત્વ ધરાવે છે. એવું એટલા માટે, કારણ કે હજી સુધી સુપર્ણ વર્માએ એ નિર્ણય નથી કર્યો કે આ ફિલ્મમાં કઈ અભિનેત્રીને લેશે. આત્માની સિક્વલ અંગે સુપર્ણ વર્માએ જણાવ્યું - મારી પાસે આત્માની સિક્વલ માટે એકદમ નવી વાર્તા છે અને તેના પાત્રો પણ એકદમ જુદાં હશે.

તેમણે જણાવ્યું કે 22મીએ રિલીઝ થતી આત્માની સ્ટોરી બૉલીવુડમાં એકદમ નવી સ્ટોરી હશે. ફિલ્મમાં બિપાશા બાસુ અને નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે.
સુપર્ણે આગળ જણાવ્યું કે આત્મા લવ સ્ટોરી છે, જ્યારે તેની સિક્વલ જુર્મ આધારિત હૉરર ફિલ્મ હશે. આત્મા માતા-પુત્રીની વાર્તા છે કે જેમાં માતા કાયમ પોતાની પુત્રીને તેના પિતાના ભૂતથી બચાવવા ઝઝૂમે છે. બિપાશા-નવાઝુદ્દીનની જોડી અંગે તેમણે જણાવ્યું - હું જ્યારે વાર્તા લખતો હતો, ત્યારે બિપાશા મારા મગજમાં અગાઉથી હતાં, પરંતુ નવાઝુદ્દીનનો અભિનય મેં કહાની ફિલ્મમાં જોયો અને બસ તેમને પસંદ કરી નાંખ્યા. આશા છે કે જોડી લોકોને ગમશે.
સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કૅરિયર શરૂ કરનાર સુપર્ણ વર્માની પ્રથમ ફિલ્મ છલ હતી. પછી એક ખિલાડી એક હસીના અને હવે આત્મા લેટેસ્ટ મૂવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
