ઈન્ટરનેટ પર લીક થઈ સની લિયોનીની બાયોપિક ‘કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી'
એક જમાનાની પોર્ન સુપર સ્ટાર અને હવે બોલિવુડની અભિનેત્રી સની લિયોનીની બાયોપિક ‘કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી' Zee 5 રિલીઝ થઈ ચૂકી છે.
એક જમાનાની પોર્ન સુપર સ્ટાર અને હવે બોલિવુડની અભિનેત્રી સની લિયોનીની બાયોપિક 'કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી' Zee 5 રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે શીખ પરિવારમાં જન્મેલી કરનજીત કૌર કેવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર બની ગઈ. ફિલ્મને સારી પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ તેની કમાણી અંગે ખરાબ સમાચાર છે. ફિલ્મ ઈન્ટરનેટ પર પણ લીક થઈ ગઈ છે. ફિલ્મને પાઈરસી સાઈટ તમિલરોકર્સે લીક કરી છે. તમને જણાવી દઈએ કે તમિલરોકર્સ આ પહેલા પણ ઘણી મોટી ફિલ્મો લીક કરીને સમાચારમાં છવાઈ ગયા છે. હાલમાં જ આ વેબસાઈટને રજનીકાંતના ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વેબસાઈટ પર રજનીકાંતની ફિલ્મ 'કાલા' ને લીક કરવાની અફવા સામે આવી હતી. આ ઉપરાંત તમિલરોકર્સ પર જ નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે સ્ટારર વેબસીરિઝ 'ગેમ્સ રીલિઝ થઈ હતી.'

પોતાની બાયોપિકમાં પોતે જ કામ કરી રહી છે સની લિયોની
સની લિયોનીએ ક્યારેય પણ પોતાના જીવન વિશે ખુલીને વાત કરતા પહેલા ક્યારેય વિચાર્યુ નથી. થોડા સમય પહેલા સની લિયોની એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતા કહ્યુ હતુ કે 'Zee એક સારી સ્ટોરી ઈચ્છતા હતા અને મારી લાઈફમાં પહેલેથી ઘણા અલગ પ્રકારના કિસ્સાઓ બની ચૂક્યા છે. મારા બાળકો આ સીરિઝનો હિસ્સો નથી. બની શકે કે તેમને આગામી સીરિઝમાં રાખવામાં આવે. જો ફિલ્મને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો તો અમે બીજી સિઝન વિશે વિચારીશુ.'

ફિલ્મમાં છે આ સિતારા પર
સની ઉપરાંત આ સીરિઝમાં રાજ અર્જૂન, સૌજની, કરનવીર લાંબા, વિજય, ગ્રુશા કપૂર જેવા અન્ય ઘણા સિતારાઓ પણ લીડ ભૂમિકામાં છે. બાયોપિકમાં કરનજીત કૌરથી સની બનવા સુધીની સફર બતાવવામાં આવી છે. જેને સની બનવા માટે મુશ્કેલીઓને સામવો કરવો પડ્યો હતો. કરનજીત કૌરને ટીનેજમાં જ પરિવારની હાર્થિક હાલત સારી ન હોવાના કારણે કેવી રીતે એક એડલ્ટ મૂવી સ્ટાર બનાવી દેવામાં આવી એ પણ બાયોપિકમાં બતાવવામાં આવ્યુ છે.

બાળપણથી ધાર્મિક સ્વભાવની હતી સની પરંતુ....
થોડા દિવસો પહેલા સની વિશે એક વાત સામે આવી હતી, જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે કરનજીત એટલે કે સની બાળપણથી જ ઘણી ધાર્મિક સ્વભાવની હતી અને ગુરુદ્વારામાં ભજન ગાતી હતી. વળી સનીનું સપનુ એક નર્સ બનવાનું પણ હતુ પરંતુ પરિસ્થિતિઓના કારણે તેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આવવુ પડ્યુ. આ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તેણે પોતાના પરિવાર સાથે પણ બગાવત કરી લીધી હતી. આ ઉપરાંત બોલ્ડ બેકગ્રાઉન્ડના કારણે તેણે ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
જુઓ ‘કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ નું અનકટ ટ્રેલર
ટ્રેલર જુઓ અને કમેન્ટ બોક્સમાં તેની પ્રતિક્રિયા આપો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
