...અને સની લિયોનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યું આખું શહેર!
ઇનોગ્રેશન માટે કોચી પહોંચેલ સની લિયોનને જોવા ઉમડી ભીડ
સની લિયોનની લોકપ્રિયતા ઘણી છે, એ તો સૌ જાણે છે. પરંતુ કોચીમાં સની લિયોનને વેલકમ કરવા માટે જે ભીડ એકઠી થઇ હતી, એ જોઇને કદાચ ભારતની મોટામાં મોટી હસતી પણ શરમાઇ જાય. સની લિયોન કોચીમાં માત્ર એક ઇનોગ્રેશન માટે આવી હતી, પરંતુ રસ્તામાં સનીની ગાડીની આજુ-બાજુ જે ભીડ જોવા મળે છે, એ જોઇને તમને લાગશે જાણે કોઇ મોટા નેતા આવ્યા હોય.

સની લિયોનની કાર
સની લિયોને જાતે પણ આ ભીડનો ફોટો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો અને કોચીના લોકોનો આભાર માન્યો હતો. સની લિયોનની એક ઝલક લેવા માટે જાણે અડધું કોચી શહેર રસ્તા પર ઉમટી પડ્યું હતું. તેની કાર જાણે ફેન્સના દરિયા વચ્ચે ક્યાંક ખોવાઇ ગઇ હતી.

સની છે અત્યંત ખુશ
કોચીના લોકોનો આ પ્રેમ મેળવીને સની લિયોન અત્યંત ખુશ છે. મોટેભાગે ઇનોગ્રેશન જેવા ફંક્શન માટે સ્ટાર્સ કોઇ સિટીમાં જાય, ત્યારે એની ખાસ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં નથી આવતી. આથી સની લિયોનના સાદા-સીધા ફંક્શનમાં પહોંચેલ ભીડ તેની લોકપ્રિયતાનું જ ઉદાહરણ છે.

સની લિયોન પાછળ પાગલ ફેન્સ
સની લિયોનની એક ઝલક જોવા માટે ફેન્સ કેવા-કેવા પ્રયત્નો કરતા હતા, તેની એક તસવીર. આ પહેલાં શાહરૂખ ખાનની ફિલ્મ 'રઇસ' વખતે સનીની લોકપ્રિયતાનો પરચો મળ્યો હતો. તે સમયે કલકત્તાના એક થિયેટરમાં ફિલ્મમાં જેવું સનીનું સોંગ 'લેલા' શરૂ થયું કે લોકોએ સ્ક્રિન પર પૈસા ઉછાળવાનું શરૂ કરી દીધું હતું. હવે કોચીમાં સનીને એવી જ લોકપ્રિયતાનો સ્વાદ ચાખવા મળ્યો છે.

પ્રેસિડન્ટ વિ. સની લિયોન
સોશિયલ મીડિયા પર આ ઘટનાને વર્ણવતી અન્ય એક તસવીર ફરતી થઇ છે. ઉપરોક્ત તસવીરોમાં સની લિયોનને જોવા આવેલ ભીડની તસવીરને ટ્રંપ અને ઓબામા સાથે સરખાવવામાં આવી છે. સની લિયોનની આવી લોકપ્રિયતા કોઇ પણ સ્ટાર કે નેતાને કોમ્પ્લેક્સ આપી શકે એમ છે.

બોલિવૂડમાં પણ ડિમાન્ડમાં
સની લિયોન સંજય દત્તની આગામી ફિલ્મ 'ભૂમિ'માં એક આઇટમ સોંગમાં જોવા મળશે. જે સોંગની તસવીરો થોડા સમય પહેલાં ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ હતી. અજય દેવગણની ફિલ્મ 'બાદશાહો'માં પણ તેનું આઇટમ સોંગ છે, જે લોકપ્રિય થઇ રહ્યું છે. સાથે જ તે અરબાઝ ખાન સાથે ફિલ્મ 'તેરા ઇન્તઝાર'માં પણ જોવા મળનાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
