First Look : હવે લૈલા લેલે બની સેક્સ કૉમેડી કરશે સન્ની લિયોન
મુંબઈ, 30 એપ્રિલ : અભિનેત્રી સન્ની લિયોન થોડાક દિવસ અગાઉ એક ફેક ન્યુઝ અંગે ચર્ચામાં હતાં. કહેવાતુ હતું કે સન્ની લિયોને સૂરતના એક હીરા વહેપારીની પર્સનલ પાર્ટીમાં સ્ટ્રિપ ડાન્સ કર્યો હતો. સબૂત તરીકે તેમની તસવીરો પણ રજૂ કરાઈ રહી હતી. સન્ની લિયોને પહેલી વાર પોતાના અંગેની આવી ખબરનું ટ્વીટ કરી રીતસર ખંડન કર્યુ, પરંતુ હવે અમે જે સમાચાર આવી રહ્યા છે, તેનાથી સન્ની લિયોન નારાજ નહીં, પણ ખુશ થશે.
સન્ની લિયોનની છેલ્લી ફિલ્મ રાગિણી એમએમએસ 2 સુપરહિટ રહી છે. તેમણે જણાવ્યું કે હવે તેઓ કેટલાંક નવા રોલ કરવા માંગે છે, પરંતુ જાણવા એમ મળે છે કે સન્ની લિયોનની આગામી ફિલ્મ એક સેક્સ કૉમેડી હશે કે જેનું ટાઇટલ મસ્તીઝાદે છે. બિગ બૉસ દ્વારા ભારતમાં અભિનય કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોને જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. પછી તેમણે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કર્યું, તો જૅકપોટ તથા રાગિણી એમએમએસ 2 તેમના લીડ રોલ ધરાવતી ફિલ્મો હતી.
ચાલો જોઇએ મસ્તીઝાદેની લૈલા લેલેનો ફર્સ્ટ લુક અને જાણીએ વધુ વિગતો :

બિગ બૉસથી અભિનય ક્ષેત્રે
પોર્ન સ્ટાર સન્ની લિયોને બિગ બૉસ 4થી ભારતમાં અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી.

જિસ્મ 2 પહેલી ફિલ્મ
સન્ની લિયોને બૉલીવુડ કૅરિયર ભટ્ટ કૅમ્પની જિસ્મ 2 ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું.

જૅકપૉટમાં અભિનેત્રી
સન્ની લિયોનની મુખ્ય અભિનેત્રી તરીકેની પ્રથમ ફિલ્મ જૅકપૉટ આવી હતી કે જે સફળ નહોતી રહી.

રાગિણી એમએમએસ 2 સુપરહિટ
સન્ની લિયોનની તાજેતરમાં જ આવેલી એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મ સુપરહિટ રહી હતી.

શૂટઆઉટ એટ વડાલામાં આયટમ સૉંગ
સન્ની લિયોને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં લૈલા તેરી લુટ લેગી... આયટમ સૉંગ કર્યુ હતું કે જે સુપરહિટ રહ્યુ હતું.

મસ્તીઝાદેની લૈલા લેલે
હવે સન્ની લિયોન મસ્તીઝાદે ફિલ્મમાં સેક્સ કૉમેડી લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મમાં સન્ની લિયોનના પાત્રનું નામ લૈલા લેલે હશે.

શૂટઆઉટ એટ વડાલાથી પ્રેરિત
સન્ની લિયોને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં ‘લૈલા તેરી લુટ લેગી...' આયટમ સૉંગથી પ્રેરિત છે.

પ્રીતિશ નંદીનું નિર્માણ
મસ્તીઝાદે ફિલ્મનું નિર્માણ પ્રીતિશ નંદી કમ્યુનિકેશન્સ કરશે. આ પ્રોડક્શનની છેલ્લી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફ્લૉપ રહી હતી.

મિલાપ ઝવેરીનું દિગ્દર્શન
મસ્તીઝાદે ફિલ્મનું દિગ્દર્શન મિલાપ ઝવેરી કરશે કે જેઓ અત્યાર સુધી ડાયલૉગ રાઇટર તરીકે જાણીતા રહ્યાં છે. મિલાપે મૈં તેરા હીરો, ગ્રાન્ડ મસ્તી તથા શૂટઆઉટ એટ વડાલાનું સ્ક્રીન પ્લે તથા ડાયલૉગ લખ્યાં છે.

મુશ્તાક શેખ સહાયક
ડાયલૉગ રાઇટિંગમાં મિલાપની મદદ કરશે મુશ્તાક શેખ કે જેમણે ઓમ શાંતિ ઓમમાં ડાયલૉગ લખ્યા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
