સન્ની દેઓલ રાજકારણમાં, લુધિયાણાથી ચૂંટણી લડશે
મુંબઈ, 19 ઑગસ્ટ : ફિલ્મોમાં એક સફળ ઇનિંગ રમ્યા બાદ આજે પણ સક્રિય અભિનેતા સન્ની દેઓલ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના રાજકીય કૅરિયરની શરુઆત કરી શકે છે. એવું કહેવાય છે કે તેઓ અકાલી દળની ટિકિટ ઉપર લુધિયાણા બેઠક ઉપરથી ચૂંટણી લડશે.

સન્ની દેઓલ લોકસભા ચૂંટણી 2009માં પણ અકાલી દળ માટે ચૂંટણી પ્રચાર કરી ચુક્યાં છે. સન્ની અગાઉ તેમના પિતા ધર્મેન્દ્ર પણ લોકસભા ચૂંટણી 2009માં ભાજપ તરફથી બીકાનેર બેઠક ઉપરથી ચૂંટણી લડી ચુક્યાં છે. સન્ની દેઓલના રાજકારણમાં પદાર્પણ બાદ તેઓ પણ તેવા અભિનેતાઓની યાદીમાં શામેલ થઈ જશે કે જેમણે સામાન્ય પ્રજાનું પ્રતિનિધિત્વ કર્યું હોય. આ યાદીમાં સુનીલ દત્ત, ગોવિંદા, સંજય દત્ત, અમિતાભ બચ્ચન તથા રાજેશ ખન્ના જેવા અભિનેતાઓનો સમાવેશ થઈ ચુક્યો છે. જોકે સુનીલ દત્ત ઉપરાંત મોટા ભાગના અભિનેતાઓ રાજકારણના મેદાને નિષ્ફળ જ રહ્યાં છે.
સુનીલ દત્તના પુત્ર સંજય દત્ત સમાજવાદી પક્ષ સાથે જોડાયા, પણ ટુંકમાં જ તેઓ રાજકારણથી દૂર થઈ ગયાં. ફિલ્મી સિતારાઓનું રાજકારણમાં આવવા પાછળનું કારણ મોટાભાગે તેમની સ્ટાર પાવર હોય છે, પણ રાજકારણમાં સફળતા મોટો પડકાર હોય છે. જોઇએ હવે સન્ની દેઓલ લોકસભા ચૂંટણી 2014 સાથે પોતાની આ ઇનિંગમાં કેવીક સફળતા મેળવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
