ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક?
એક વાર ફરી એ આશા જાગી છે કે કદાચ સુનીલ ગ્રોવર જૂના મનમોટાવ ભૂલીને કપિલ સાથે શોમાં આવી રહ્યા છે
સોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મા લાખો લોકોના દિલમાં વસે છે. શોના બધા કલાકારો લોકોને હસાવી રહ્યા છે અને ખિલખિલાવી રહ્યા છે જેના કારણે લોકો થોડી વાર માટે પોતાના બધા દુઃખો ભૂલી જાય છે પરંતુ આજે પણ શોમાં ક્યાંકને ક્યાંક સુનીલ ગ્રોવરની કમી અનુભવાય છે કે જે ક્યારેક ડૉ. ગુલાટી કે રિંકુ ભાભી બનીને લોકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દેતા હતા.

સુનીલ ગ્રોવરે કર્યો ચોંકાવનારુ ટ્વીટ
એક વાર ફરી એ આશા જાગી છે કે કદાચ સુનીલ ગ્રોવર જૂના મનમોટાવ ભૂલીને કપિલ સાથે શોમાં આવી રહ્યા છે કારણકે સુનીલ ગ્રોવરે જે ટ્વિટ કર્યુ છે તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સુનીલ કદાચ પોતાના જૂના દોસ્ત કપિલે સાથે સમાધાન કરી લીધુ છે. વાસ્તવમાં સુનીલે ટ્વીટ કર્યુ છે કે બધી મળી જાય છે, કંઈ પણ હંમેશા માટે નથી રહેતુ, એટલા માટે હંમેશા બીજાના આભારી રહો, આ જ મૂળ મંત્ર છે અને હા, ખૂબ હસો. બાકી મારા હસબન્ડ મને...
|
સુનીલનુ કમબેક?
સુનીલ ગ્રોવરના માય હસબન્ડ... કહેવાથી લોકોને શોની રિંકુ ભાભી યાદ આવી ગઈ ત્યારબાદથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ થઈ ગઈ છે કે સુનીલનુ કમબેક કપિલના શોમાં થવા જઈ રહી છે, આ માત્ર તમારા બંને માટે જ નહિ પરંતુ અમારા બધા માટે બેસ્ટ વાત હશે.

સલમાન પ્રોડ્યુસ કરી રહ્યા છે કપિલનો શો
જો કે તમને જણાવી દઈએ કે લાંબા સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે સુનીલનુ કમબેક કપિલના શોમાં થઈ શકે છે કારણકે કપિલના શોને આ વખતે સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે અને સલમાન અને સુનીલ ગ્રોવર વચ્ચે ઘણા સારા સંબંધ છે. સુનીલે તો સલમાનની ફિલ્મોમાં કામ પણ કર્યુ છે, એવામાં જો સલમાન ઈચ્છે કે સુનીલનું કમબેક શોમાં થાય તો કપિલ ઈચ્છીને પણ ના પાડી શકે નહિ. પરંતુ હાલમાં લાગી રહ્યુ છે કે સુનીલ-કપિલ વચ્ચે સલમાનના હસ્તક્ષેપ કર્યા વિના જ વાત બની ગઈ છે.

ગુત્થી, રિંકુ ભાભી અને ડૉ. ગુલાટીને ભૂલી ચૂક્યા છે
જો કે તમને જણાવી દઈએ કે કપિલ શર્મા શોમાં હાલમાં કૃષ્ણાએ ધમાલ મચાવેલી છે. તે સપનાની ભૂમિકાથી દરેકના દિલમાં વસી ગઈ છે. હાલમાં જ જ્યારે એક મીડિયા ઈવેન્ટમાં તેને સુનીલ ગ્રોવર વિશે સવાલ કરવામાં આવ્યો તો કૃષ્ણાએ કહ્યુ હતુ કે હવે લોકો ગુત્થી, રિંકુ ભાભી અને ડૉ. ગુલાટીને ભૂલી ચૂક્યા છે. એવામાં જો ખરેખર સુનીલનુ કમબેકશોમાં થાય તો એ જોવાનુ રસપ્રદ રહેશે કે કૃષ્ણાની ભૂમિકા અને રિએક્શન શોમાં શું થાય છે.

શું થયુ હતુ?
તમને જણાવી દઈએ કે કપિલ અને સુનીલ વચ્ચે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયાથી પાછા આવતી વખતે ફ્લાઈટમાં ઝઘડો થઈ ગયો હતો. સમાચાર આવ્યા હતા કે તે દિવસે કપિલ શર્મા ફ્લાઈટમાં નશામાં હતા અને તેણે સુનીલ તરફ ચંપલ ફેંક્યુ હતુ ત્યારબાદ સુનીલે કપિલના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ છોડી દીધો હતો. ત્યારબાદ કપિલ શર્મા શોની ટીઆરપી ઘટી ગઈ હતી, કપિલ ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. તેમની તબિયત પણ બગડી ગઈ હતી. તેમનો શો પણ બંધ થઈ ગયો હતો અને કપિલ ઘણા બધા ઉતાર ચડાવમાંથી પસાર થયા હતા. તે મીડિયાથી પણ દૂર થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ કપિલે પોતાને સંભાળ્યા અને ટીવી પર શાનદાર કમબેક કર્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
