BOX OFFICE: રાજકુમાર રાવની 'સ્ત્રી' - 5 દિવસમાં જ અજય દેવગણ, અક્ષય કુમાર પાછળ
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રીએ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો છે. આ ફિલ્મએ માત્ર 5 દિવસમાં જ 45 કરોડનો આંકડો પાર કર્યો છે.
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રીએ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો છે. આ ફિલ્મએ માત્ર 5 દિવસમાં જ 45 કરોડનો આંકડો પાર કર્યો છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ 2018 ની સૌથી વધુ પ્રોફિટ કમાવનાર ફિલ્મોની ટોપ લિસ્ટમાં પણ શામિલ થઇ ચુકી છે. પ્રોફિટ કમાવવાની બાબતમાં સ્ત્રીએ જાન્હવી કપૂરની ધડક, અજય દેવગનની રેડ અને અક્ષય કુમારની પેડમેનને પાછળ છોડી દીધી છે.
સ્ત્રી એક હોરર કોમેડી ફિલ્મ છે. જેની કહાની સાથે સ્ટારકાસ્ટે પણ પ્રેક્ષકોનું દિલ જીતી લીધું. રાજકુમાર, શ્રદ્ધા સહિતના તમામ અભિનેતાઓ તેમના રોલમાં પરફેક્ટ હતા. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ આરામથી 80-90 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લેશે.
કોઈ શંકા નથી કે વર્ષ 2018 નાની ફિલ્મો માટે શ્રેષ્ઠ રહ્યું છે. સોનૂ કે ટીટૂ કી સ્વીટી થી લઈને સ્ત્રી, હિચકી.. બધી ફિલ્મોએ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે, તે પણ માત્ર તેમના દમદાર કંટેંટના કારણે.
અહીં જાણો 2018 માં સૌથી વધુ પ્રોફિટ કરનાર ફિલ્મો-

સોનૂ કે ટીટૂ કી સ્વીટી
લવ રંજનની આ રોમેન્ટિક કૉમેડી 2018 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. 24 કરોડની આ ફિલ્મએ 109 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મએ 352.95% નફો કમાયો છે.

સંજૂ
રણબીર કપૂરની સંજુએ બધી ફિલ્મોને પાર કરી ટોપ 2 માં એન્ટ્રી મેળવી લીધી છે. 80 કરોડની આ ફિલ્મએ 326.52 ટકા નફાની કમાણી કરી છે.

રાઝી
રાઝી સીધા ત્રીજા નંબર પર આવી ચુકી છે. 30 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મએ લગભગ 310 ટકા નફાની કમાણી કરી છે.

બાગી 2
ટાઇગર શ્રોફની બાગી 2 ને 175% નફો થયો છે. 60 કરોડની આ ફિલ્મએ 165 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.

હિચકી
20 કરોડ રૂપિયાના બજેટ પર બનેલી રાની મુખર્જીની હિચકી એ 46 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મએ 130.85% નફો કમાયો છે.

વીરે ડી વેડિંગ
કરિના કપૂર, સોનમ કપૂર સ્ટારર આ ફિલ્મએ 80.23 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું બજેટ 35 કરોડ હતું. ફિલ્મએ 129.22% નફો કમાયો છે.

સત્યમેવ જયતે
40 કરોડમાં બનેલી જ્હોન અબ્રાહમની આ ફિલ્મએ લગભગ 89 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મએ 120 ટકા નફો કમાયો છે.

પરમાણુ
જ્હોન અબ્રાહમ સ્ટારર આ ફિલ્મએ 117.86% નફો કમાયો છે. 30 કરોડની આ ફિલ્મએ 65 કરોડનું લાઈફટાઈમ કલેકશન કર્યું છે.

સ્ત્રી
રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 20 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. જ્યારે ફિલ્મએ 5 દિવસમાં 45 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. આ ફિલ્મએ અત્યાર સુધીમાં 115 ટકા નફાની કમાણી કરી લીધી છે.

પેડમેન
અક્ષય કુમારની ફિલ્મ પેડમેનએ 113.37 ટકા નફો કમાયો છે. 37 કરોડની આ ફિલ્મએ 78 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હિટ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
