બૉમ્બે હાઈકોર્ટે કંગનાની ઑફિસ તોડવા પર લગાવ્યો સ્ટે, BMC પર ઉઠાવ્યા સવાલ
બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને મોટી રાહત આપીને તેના મુંબઈ સ્થિત 'મણિકર્ણિકા ફિલ્મ્ઝ' ઑફિસમાં ગેરકાયદે નિર્માણ તોડવા પર રોક લગાવી દીધી છે.
મુંબઈઃ બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને મોટી રાહત આપીને તેના મુંબઈ સ્થિત 'મણિકર્ણિકા ફિલ્મ્ઝ' ઑફિસમાં ગેરકાયદે નિર્માણ તોડવા પર રોક લગાવી દીધી છે. જો કે બીએમસીએ પહેલા જ પોતાની કાર્યવાહી પૂરી કરી લીધી હતી. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થયેલી સુનાવણીમાં અદાલતે આ ચુકાદો સંભળાવ્યો છે. સાથે જ બૉમ્બે હાઈકોર્ટે આ મામલે ગુરુવારે બપોરે ત્રણ વાગે ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે અને અદાલતે બીએમસીને ત્યાં સુધી જવાબ દાખલ કરવા માટે કહ્યુ છે.

કોઈની સામે કોઈ વિરોધાત્મક કાર્યવાહી કરવાની ઉતાવળ ન કરવી
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને જોતા બૉમ્બે હાઈકોર્ટે 26 માર્ચ 2020એ એક આદેશ જારી કરીને કહ્યુ હતુ કે રાજ્ય સરકાર બીએમસી અને બધા સંબંધિત વિભાગ કોરોનાના માહોલને જોતા કોઈની સામે કોઈ વિરોધાત્મક કાર્યવાહી કરવાની ઉતાવળ ન કરે. જેથી જો વ્યક્તિને અદાલતનો દરવાજો ખખડાવવો હોય તો તે કાયદાકીય મદદ માટે અદાલતનો દરવાજો ખખડાવી શકે. આ વાતની દલીલ કંગનાએ પણ આજે આપી હતી.

'બૉલિવુડ હવે જુએ, ફાંસીવાદ કેવુ દેખાય છે'
કંગનાની ઑફિસમાં જ્યારે બીએમસીએ તોડફોડ શરૂ કરી ત્યારે તેણે ટ્વિટ કર્યુ કે તેના ઘરમાં કંઈ પણ ગેરકાયદે નિર્માણ નથી થયુ. સરકારે 30 સપ્ટેમ્બર સુધી ડિમૉલિશનની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. બૉલિવુડ હવે જુએ, ફાંસીવાદ કેવો દેખાય છે.

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને કરી કંગનાની ઑફિસમાં તોડફોડ
તમને જણાવી દઈએ કે આજે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન(BMC)એ મોટી કાર્યવાહી કરીને અભિનેત્રી કંગના રનોતની ઑફિસને તોડી દીધી છે. બીએમસીનુ કહેવુ છે કે કંગનાએ પોતાની ઑફિસમાં ગેરકાયદે નિર્માણ કરાવ્યુ હતુ. આ વિશે બીએમસીના સીનિયર અધિકારીએ મીડિયાને કહ્યુ કે અમે કંગનાને 24 કલાકનો સમય આપ્યો હતો પરંતુ તેના તરફથી કોઈ જવાબ આવ્યો નહિ તો અમારે એક્શન લેવી પડી.












Click it and Unblock the Notifications
