મોત પહેલા શ્રીદેવીએ બનાવ્યો હતો આવો પ્લાન, આટલા માટે ગઈ હતી બાથરુમ, 6 વર્ષ પછી સામે આવ્યુ સત્ય
Sridevi: વર્ષ 2018માં હિન્દી ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. શ્રીદેવી એક મહાન અભિનેત્રી તો હતી જ પરંતુ લોકો તેની સુંદરતાના પણ દિવાના હતા. શ્રીદેવીના મૃત્યુને હવે 6 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ લોકો સમજી શક્યા નથી કે હોટલના બાથરૂમમાં શ્રીદેવી સાથે એવું શું થયું કે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.
મીડિયા રિપોર્ટ અનુસાર, દુબઈની એક મોટી હોટલના બાથરૂમના બાથટબમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્ની શ્રીદેવીના આકસ્મિક નિધન બાદ બોની કપૂરે આ મામલે મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ થોડા સમય પહેલા તેણે આ અંગે ખુલીને વાત કરી હતી. બોની કપૂરે શ્રીદેવીના મૃત્યુને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

તમને જણાવી દઈએ કે જ્યારે શ્રીદેવીનું નિધન થયું ત્યારે તેનો આખો પરિવાર દુબઈમાં હાજર હતો. શ્રીદેવી પારિવારિક લગ્નમાં હાજરી આપવા દુબઈ પહોંચી હતી. બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શ્રીદેવીના મૃત્યુના થોડા સમય પહેલા કપલે દુબઈની એક આલીશાન હોટલમાં ડિનર ડેટનું આયોજન કર્યું હતું. શ્રીદેવી ડિનર પર જવા તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ હતી.
દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે આગળ કહ્યું - શ્રીદેવી તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ અને લાંબા સમય સુધી બહાર ન આવી. આ પછી, જ્યારે મને ચિંતા થઈ ત્યારે મેં ફોન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. આ પછી જ્યારે બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે શ્રીદેવી બાથટબમાં પડી હતી અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. તે બાથટબના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.
આ પછી શ્રીદેવીને દુબઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મામલે તપાસ પણ કરી હતી પરંતુ ત્રણ દિવસમાં કેસ બંધ કરી દીધો હતો. બોની કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શ્રીદેવી ખૂબ જ સ્ટ્રીક્ટ ડાયટ લેતી હતી, જેમાં મીઠું બિલકુલ નહોતું રહેતુ. આ કારણે શ્રીદેવી ક્યારેક બ્લેક આઉટ થઈ જતી હતી. તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ જતુ હતું. આવી સ્થિતિમાં, શક્ય છે કે તે બાથરૂમમાં બેભાન થઈ ગઈ હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
