સેક્સ બૉમ્બ પર ભારે પડી ચાંદની
મુંબઈ, 5 ઑક્ટોબર : આજે બૉલીવુની બે હસીનાઓની ફિલ્મો સોનેરી પડદે ઉતરી છે. એક છે બૉલીવુડની ચાંદની શ્રીદેવીની ઇંગ્લિશ વિંગ્લિશ તથા બીજી છે સેક્સ બૉમ્બ મલ્લિકા શેરાવતની કિસ્મત લવ પૈસા દિલ્લી. (કેએલપીડી), પરંતુ મલ્લિકાની કામણગારી અદાઓ શ્રીદેવીના ભારેખમ અભિનય સામે ફીકાં પડી ગયાં છે. બંને જ ફિલ્મોના દર્શકો સાથે જ્યારે અમે વાત કરી તો જાણવા મળ્યું કે મલ્લિકા પર આજે પણ શ્રીદેવી જ ભારે છે.

લોકોને ઇંગ્લિશ વિંગ્લિશ ખૂબ જ પસંદ આવી રહી છે. એક દર્શકે વનઇન્ડિયાને જણાવ્યું કે ઘણાં દિવસો પછી એક ફૅમિલી ફિલ્મ જોવા મળી છે કે જેને આપ પોતાના પરિવાર સાથે વારંવાર જોવા માંગશો. જ્યારે મલ્લિકાની ફિલ્મ કેએલપીડી વિશે તેણે જણાવ્યું કે જો મારી સામે બંને ફિલ્મોના વિકલ્પ હોય તો હું શ્રીદેવીની ઇંગ્લિશ વિંગ્લિશની પસંદગી કરીશ કારણ કે તે પર્ણત્વે મનોરંજન કરનાર ફિલ્મ છે કે જે માત્ર ચેહરા ઉપર સ્મિત જ લાવે છે.
આપને જણાવી દઇએ કે ઇંગ્લિશ વિંગ્લિશના દિગ્દર્શક ગૌરી શિંદે અને નિર્માતા આર. બાલ્કી છે. ફિલ્મ એક એવી સ્ત્રીની વાર્તા છે કે જેને અંગ્રેજી નથી આવડતું, પરંતુ તે પોતાની મહેનતના બળે પોતાના બાળકો માટે અંગ્રેજી શીખે છે.
તો બીજી બાજુ કેએલપીડીમાં લાંબેગાળે વિવેક ઓબેરૉય પડદાં ઉપર પરત ફર્યો છે. ફિલ્મમાં તેની અભિનેત્રી મલ્લિકા શેરાવત છે. આ એક કૉમેડી થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં વિવેક રોડ રોમિયોની ભૂમિકામાં છે કે જેનું નામ કામ માત્ર છોકરીઓને પટાવવાનું જ હોય છે, તો મલ્લિકા પોતાની જુની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ એક સેક્સી બાળા જ બની છે કે જેને માત્ર અંગ પ્રદર્શન માટે જ ફિલ્મમાં રાખવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
