હૅપ્પી એંડિંગના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સૈફ, કરીના, ઇલિયાના, સોહાની હાજરી
મુંબઈ, 19 નવેમ્બર : હૅપ્પી એંડિંગ ફિલ્મ 21મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તે જ દિવસે સલમાનના બહેન અર્પિતા ખાનનું રિસેપ્શન મુંબઈ ખાતે છે. ખેર, તેનાથી હૅપ્પી એંડિંગના બિઝનેસને કોઈ ફરક નથી પડવાનો.
સૈફ અલી ખાન, ઇલિયાના, કલ્કી કોચલીન, ગોવિંદા અને રણવીર શૌરી અભિનીત હૅપ્પી એંડિંગ ફિલ્મમાં કરીના કપૂર તથા પ્રીતિ ઝિંટા પણ કૅમિયો કરી રહ્યા છે. ફિલ્મમાં સૈફ અલી ખાન ડબલ રોલમાં દેખાશે.
હૅપ્પી એંડિંગ ફિલ્મનું દિગ્દર્શન રાજ નિધિમોરૂએ કર્યુ છે, તો ગોવિંદાની કિલ દિલ બાદ સતત બીજી ફિલ્મ રિલીઝ થવાની તૈયારી છે. તાજેતરમાં જ હૅપ્પી એંડિંગનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું કે જેમાં ફિલ્મની કાસ્ટ ઉપરાંત સૈફના બહેન સોહા અલી ખાન અને સૈફનો દીકરો ઇબ્રાહીમ પણ હાજર રહ્યો હતો.
ચાલો જોઇએ સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

ઇલિયાના
હૅપ્પી એંડિંગના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ઇલિયાના. ફિલ્મ 21મી નવેમ્બરે રિલીઝ થશે.

કરીના કપૂર
પતિ સૈફની ફિલ્મ જોવા કરીના કપૂર પણ આવ્યા હતાં. તેઓ ફિલ્મમાં કૅમિયો પણ કરી રહ્યા છે.

કરીના-સૈફ
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સાથે પોઝ આપતાં કરીના-સૈફ.

સોહા-કુણાલ
સૈફના બહેન સોહા અલી ખાન પણ પોતાના બૉયફ્રેન્ડ કુણાલ ખેમૂ સાથે હૅપ્પી એંડિંગ જોવા પહોંચ્યા હતાં.

નરગિસ ફખરી
કૅઝ્યુઅલ અવતારમાં પહોંચ્યા હતાં નરગિસ ફખરી.

કલ્કી કોચલીન
ફિલ્મમાં સેકેંડ લીડ રોલ કરી રહેલા કલ્કી કોચલીન પણ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતાં.

સૈફ અલી ખાન
હૅપ્પી એંડિંગમાં સૈફ અલી ખાન ડબલ રોલ કરી રહ્યા છે.

હોમી અડજાણિયા
સૈફ સાથે કૉકટેલ ફિલ્મ બનાવનાર હોમી અડજાણિયાએ પણ હૅપ્પી એંડિંગ જોઈ હતી.

ભત્રીજા સાથે સોહા
સૈફના પુત્ર ઇબ્રાહીમ સાથે તેની ફોઈ સોહા.

સુનીલ-ક્રિશિકા
સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સુનીલ લુલા અને ક્રિશિકા લુલાએ પણ હાજરી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
