સાઉથના એક્ટર સુધીર વર્માએ કરી આત્મહત્યા, ઝેર પીને જીવન ટુંકાવ્યુ, કામ ન મળતા ડિપ્રેશનમાં હતા
સાઉથના લોકપ્રિય અભિનેતા સુધીર વર્માએ 33 વર્ષની વયે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીએ તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
સાઉથના લોકપ્રિય અભિનેતા સુધીર વર્માએ 33 વર્ષની વયે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીએ તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમની તબિયત બગડી તો તેઓ હૈદરાબાદમાં તેમના સંબંધીના ઘરે ગયા, જ્યાં તેમણે ઝેર પી લીધાની વાત કરી. ત્યારથી તેમની હૈદરાબાદની ઓસ્માનિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. રિપોર્ટ્સ અનુસાર, સુધીર સારૂ કામ ન મળવાને કારણે ડિપ્રેશનમાં હતો.

23 જાન્યુઆરીએ થયુ મોત
21 જાન્યુઆરીએ તેમની તબિયત બગડતાં તેમને વિશાખાપટ્ટનમની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે એટલે કે 23 જાન્યુઆરીએ તેમનું નિધન થયું હતું. અભિનેતા સુધાકર કોમકુલાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા આ માહિતી આપી હતી.

કામ ન મળવાના કારણે ડિપ્રેશનમાં હતો સુધીર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુધીર લાંબા સમયથી સારા રોલ અને કામ ન મળવાને કારણે ડિપ્રેશનમાં હતો. જેના કારણે તેણે આપઘાત જેવું પગલું ભર્યું હતું. જો કે હજુ સુધી આનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી.

ભાવુક થયા સુધીરના મિત્ર
સુધીર વર્માના મિત્ર અને કો-સ્ટાર સુધાકર કોમકુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી. સુધાકરે પોતાના ટ્વીટમાં લખ્યું- આટલો સુંદર અને સરસ વ્યક્તિ. તમારી સાથે કામ કરીને આનંદ થયો. હું માની શકતો નથી કે તમે હવે આ દુનિયામાં નથી. ઓમ શાંતિ.' આ સિવાય અભિનેત્રી ચાંદની ચૌધરીએ ટ્વીટમાં લખ્યું- સુધીર, તારા જવાથી મારું દિલ તૂટી ગયું છે, તું એક મહાન અભિનેતા હતો. અમે તમને મિસ કરીશું.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
