જિયા ખાન આત્મહત્યા મામલે સૂરજ પંચોલીને મળી રાહત, કોર્ટનો મોટો ચુકાદો
હાલમાં એક એવા સમાચાર આવી રહ્યા છે જે સૂરજ પંચોલી માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે.
મુંબઈઃ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસ ઘણા વર્ષોથી ચર્ચામાં છે અને તેના નિધન બાદ તેના દોસ્ત અને અભિનેતા સૂરજ પંચોલી પર ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા જેને લઈને કેસ ચાલી રહ્યો છે. થોડા થોડા સમયે આ કેસને લઈને અપડેટ આવતી રહે છે. આ કેસ બાદ સૂરજ પંચોલીને જેલમાં પણ જવુ પડ્યુ હતુ પરંતુ હાલમાં એક એવા સમાચાર આવી રહ્યા છે જે સૂરજ પંચોલી માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે.

સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાનના પરિવાર તરફથી દાખલ કરેલ તપાસ અરજીને રદ કરી દીધી છે. આ અજીને દિવંગત અભિનેત્રીની મા અને સીબીઆઈએ દાખલ કરી હતી જેને અદાલતે મંજૂરી આપી નથી. સૂરજ પંચોલી પર ઘણા ગંભીર આરોપ લાગ્યા છે પરંતુ સૌથી મોટો આરોપ એ છે કે તેણે જિયા ખાનને સુસાઈડ માટે ઉકસાવી હતી. જો કે તેને લઈને કોઈ પુરાવા મળ્યા નથી અને લાગી રહ્યુ છે કે સૂરજ પંચોલીને ઘણી રાહત મળશે.
આ કેસને અત્યાર સુધી 8 વર્ષ વીતી ચૂક્યા છે પરંતુ કોઈ પ્રકારનો ચુકાદો અદાલત તરફથી સંભળાવવામાં આવ્યો નથી. વર્ષ 2013માં જૂનની ત્રીજી તારીખે સહુ કોઈ ચોંકી ગયા હતા જ્યારે ગજનીની અભિનેત્રી જિયા ખાનનુ શબ તેના મુંબઈ સ્થિત ઘરમાં મળી આવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે સૂરજ પંચોલી આદિત્ય પંચોલીનો દીકરો છે અને તે જિયા ખાનના મોત બાદથી વિવાદોમાં છે. જો કે સલમાન ખાને તેની એન્ટ્રી ફિલ્મ હીરોથી બૉલિવુડમાં કરાવી પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહિ. આ ફિલ્મમાં સૂરજ પંચોલી સાથે સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પણ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
