Sonu Sood Birthday: જાણો કેટલા કરોડની સંપત્તિના માલિક છે સોનૂ સૂદ, કેમ બની ગયા લોકો માટે 'ભગવાન'
સોનૂ સૂદના જન્મદિવસના અવસર પર ચાલો તમને જણાવીએ કે તે લોકો માટે ભગવાન કેવી રીતે બન્યા, તે કેટલા કરોડની સંપત્તિના માલિક છે.
મુંબઈઃ બૉલિવુડથી લઈને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ચલાવનાર સોનૂ સૂદ માત્ર એક સારા એક્ટર નથી પરંતુ આજના સમયમાં તે લોકો માટે ભગવાન પણ છે. સોનૂ સૂદે પોતાની સારી એક્ટિંગની સાથે મદદનો હાથ લંબાવીને લોકોના દિલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ છે. ફિલ્મ જોયા પછી વ્યક્તિ થોડા સમય માટે કલાકાર માટે પાગલ થઈ શકે છે પરંતુ જો તમે કોઈનુ જીવન બદલી નાખો તો તે જીવનભર તમારો પ્રશંસક બની જાય છે. કોરોના મહામારીમાં લોકડાઉનના સમયે અચાનક બૉલિવુડનો એક ચહેરો લોકોની સામે આવ્યો અને દરેકના દિલને સ્પર્શી ગયો. પહેલા સોનૂ સૂદની કોઈ ખાસ ઓળખ નહોતી પરંતુ એક દિવસ લોકોની પ્રાર્થનામાં તે ખાસ બની ગયો. આજે સોનૂ સૂદનો 49મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસના અવસર પર ચાલો તમને જણાવીએ કે તે લોકો માટે ભગવાન કેવી રીતે બન્યા, તે કેટલા કરોડની સંપત્તિના માલિક છે.

સોનૂ સૂદના ઘરની બહાર લાગે છે લાંબી લાઈન
તમને જણાવી દઈએ કે સોનૂ સૂદના ઘરની બહાર લોકોની લાંબી લાઈનો હોય છે પરંતુ એ તેની એક ઝલક મેળવવા માટે નહિ પરંતુ મદદની વિનંતી કરવા માટે. સાથે જ સોનૂ લોકોની મદદ પણ કરી રહ્યો છે. સોનૂ સૂદના ઘરની બહાર લાઈનોમાં ઉભેલા કેટલાક લોકો રોજગાર ગુમાવવાની પીડા કહે છે, તો કેટલાક ગંભીર સારવાર માટે પૈસાની અછતને વર્ણવે છે. કેટલાક અભ્યાસ માટે મોબાઈલ માંગે છે તો કેટલાક રોજગાર માટે સિલાઈ મશીન માંગે છે. સોનુ સૂદ પાસેથી મદદ માંગનાર કોઈપણ વ્યક્તિને શક્ય તેટલી બધી મદદ કરવા તૈયાર રહે છે.

સોનૂ સૂદની દરિયાદિલીનો સિલસિલો
જરૂરિયાતમંદોને મદદ કરવાની આ પ્રક્રિયા કોરોના મહામારીના પ્રથમ તબક્કાથી શરૂ થઈ હતી. તે સમયે સોનૂ સૂદે પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી હતી. કોરોનાના બીજા તબક્કાના સમયે લોકો સોનૂ સૂદને મસીહા સમજવા લાગ્યા હતા. કોરોના વાયરસના બીજા તબક્કાના મુશ્કેલ દિવસોમાં જ્યારે લોકોને દવા અને ઓક્સિજન સિલિન્ડર નહોતા મળી રહ્યા ત્યારે સોનૂ સૂદે દવા અને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી હતી. સોનૂની આ ઉદારતાનુ પરિણામ છે કે લોકો તેને પૃથ્વી પર હાજર ભગવાન માને છે.

કરોડોની સંપત્તિના માલિક છે સોનૂ સૂદ
સોનૂ સૂદ પોતાની મહેનતના દમ પર અઢળક સંપત્તિના માલિક બની ગયા છે. ફિલ્મો સિવાય સોનૂ સૂદ જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનૂ સૂદ લગભગ 131 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે. તેની પાસે મુંબઈના અંધેરી વેસ્ટના લોખંડવાલા વિસ્તારમાં આલીશાન ઘર છે અને જુહુ વિસ્તારમાં એક હોટેલ પણ છે. સોનૂ સૂદના કાર કલેક્શનમાં પોર્શ પનામેરા અને મર્સિડીઝ-બેન્ઝ એમએલ-ક્લાસનો સમાવેશ થાય છે. બીજી તરફ સોનૂ સૂદ એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે.

સોનૂ સૂદે જરુરિયાતમંદોને આપી હિંમત
કોરોના મહામારી દરમિયાન જ્યારે સોનૂ સૂદ સતત જરૂરિયાતમંદોને મદદ કરીને લોકોના ધ્યાન પર આવ્યો ત્યારે ઈન્કમટેક્સે પણ તેના કાગળોની ચકાસણી કરવાનો પ્રયાસ કર્યો. ટેક્સ ચોરીનો આરોપ પણ લાગ્યો હતો પરંતુ સોનૂએ દરેક મુશ્કેલ સમયમાં સંયમ જાળવી રાખ્યો અને આગળ વધતો રહ્યો. જ્યારે કોરોના રોગચાળાનો આતંક મચ્યો ત્યારે લોકડાઉનમાં એટલો હંગામો થયો કે લોકો પોતપોતાના ઘરે જવા માટે રસ્તાઓ પર આવી ગયા. લોકો કોઈ પણ વાહન વગર માઈલોની મુસાફરી પગપાળા કરવા લાગ્યા. કોઈ સાઈકલ પર તો કોઈ પગપાળા ખાધા-પીધા વિના તેમના ઘરે પહોંચવા માંગતા હતા.

મજૂરો વિના આપણી જિંદગી અધૂરી
સોનૂએ પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે- જ્યારે મેં મારા પરિવારની સાથે લોકોને ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોને ભટકતા જોયા ત્યારે મને ખૂબ જ દુઃખ થયુ. મેં વિચાર્યુ કે તેમના માટે કંઈક કરવું જોઈએ, કારણ કે આપણે જે ઘરોમાં રહીએ છીએ, આપણે જે રસ્તાઓ પર ચાલીએ છીએ, જે સ્ટુડિયોમાં આપણે કામ કરીએ છીએ તે બધા મજૂરોએ બનાવ્યા છે. આ વિચારથી જ મને તેમની મદદ કરવાની હિંમત અને શક્તિ મળી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
