PICS : સોનમ-દીપિકા કોલ્ડ વૉર ખતમ, પણ બૉક્સ ઑફિસે ટક્કર!
મુંબઈ, 9 સપ્ટેમ્બર : છેલ્લા કેટલાક વખતથી સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે વચ્ચે અણબનાવના સમાચારો હૅડલાઇન્સ બનતા હતાં, પણ તાજેતરમાં જ દીપિકાની ફિલ્મ ફાઇંડિંગ ફૅનીના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સોનમ કપૂર પણ પહોંચી ગયાં. દીપિકા-સોનમને સાથે જોઈ લોકોને આશ્ચર્ય થયું.
સોનમ-દીપિકા બંનેએ થોડાક સમય અગાઉ કરણ જૌહરના શો કૉફી વિથ કરણમાં આવી સારી મૈત્રીનું પ્રદર્શન કર્યુ હતું. આ શોમાં સોનમે પોતાના મિત્ર અને દીપિકાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર અંગે કંઇક એવુ કહ્યું કે જે અંગે બંનેએ રણબીરના માતા-પિતાનો વિરોધ ઝેલવો પડ્યો. થોડાક સમય બાદ જાણવા મળ્યું કે સોનમ-દીપિકા વચ્ચે કોલ્ડ વૉર શરૂ થઈ ગઈ છે અને બંને એક-બીજા સાથે વાત પણ નથી કરતાં.
જોકે સોનમે ફાઇંડિંગ ફૅની ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી દીપિકા સાથેની કોલ્ડ વૉર અંગેની અટકળો પર વિરામ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. ફાઇંડિંગ ફૅનીના હીરો અર્જુન કપૂર દીપિકાના પિતરાઈ ભાઈ થાય છે.
બીજી બાજુ દીપિકા-સોનમની મૈત્રીના આ સારા સમાચારો વચ્ચે બંને વચ્ચે ટક્કરના વધુ એક માઠા સમાચાર પણ આવી રહ્યા છે, કારણ કે દીપિકાની ફાઇંડિંગ ફૅની આગામી 12મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, તો સોનમ કપૂરની ખૂબસૂરત 17મી સપ્ટેમ્બરે બૉક્સ ઑફિસે પહોંચી રહી છે. આમ બંને વચ્ચે બૉક્સ ઑફિસે ટક્કર થવાની પુરતી શક્યતા છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રણબીર સેતુ
સોનમ-દીપિકા વચ્ચે જે કૉમન છે, તે છે રણબીર કપૂર. રણબીર દીપિકાના એક્સ બૉયફ્રેન્ડ છે, તો સોનમના બાળપણના મિત્ર છે.

રણબીરની મજાક
કૉફી વિથ કરણમાં સોનમ-દીપિકાએ મળી રણબીર કપૂર અંગે ખૂબ મજાક-મસ્તી કરી.

રણબીર બૉયફ્રેન્ડને કાબિલ નથી
બિંદાસ્ત બોલ માટે પ્રખ્યાત સોનમે શો દરમિયાન કહ્યું કે રણબીર કપૂર બૉયફ્રેન્ડ બનવાને લાયક નથી.

દીપિકા પર કમેંટ
કરણના શોની બીજી સીઝનમાં સોનમે દીપિકાના ડ્રેસિંગ સેંસ પર કમેંટ કરી અને કહ્યું કે દીપિકાની ટીમ એટલી સારી છે કે દીપિકાની સફળતા પાછળ સૌથી મોટો ફાળો ટીમનો જ છે.

સાથ-સાથ
કોલ્ડ વૉરની ચર્ચા વચ્ચે તાજેતરમાં ફાઇંડિંગ ફૅનીના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સોનમ પણ પહોંચી ગયાં. આ પ્રસંગે દીપિકા-સોનમે સ્મિત સાથે તસવીર પડાવી. આ તસવીર જોઈ લાગે છે કે બંને ફરી મિત્ર બની ગયાં છે.

હવે બૉક્સ ઑફિસે ટક્કર
પરંતુ હવે સોનમ-દીપિકા વચ્ચે બૉક્સ-ઑફિસે ટક્કર થવાની શક્યતા છે.

ફાઇંડિંગ ફૅની
દીપિકાની ફાઇંડિંગ ફૅની 12મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. હોમી અડજાણિયાની આ ફિલ્મમાં અર્જુન કપૂર, ડિમ્પલ કાપિડયા, નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર પણ છે.

ખૂબસૂરત
સોનમ કપૂરની ખૂબસૂરત ફિલ્મ 19મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. એટલે દીપિકાની ફાઇંડિંગ ફૅનીને એક અઠવાડિયા બાદ સોનમની ખૂબસૂરત ટક્કર આપશે કે જે રેખાની ખૂબસૂરતની રીમેક છે. રિયા કપૂર-અનિલ કપૂર નિર્મિત ફિલ્મમાં ફવાદ ખાન પણ છે.

દીપિકા આગળ
શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ દ્વારા શરુઆત કરનાર દીપિકા બચના ઐ હસીનોં, લવ આજ કલ, હાઉસફુલ, આરક્ષણ, કૉકટેલ, ચેન્નઈ એક્સપ્રેસ, યે જવાની હૈ દીવાની, રામલીલા, રેસ 2 જેવી ફિલ્મો આપી ઘણા આગળ નિકળી ચુક્યા છે.

સોનમ નિષ્ફળ
બીજી બાજુ રણબીર કપૂર સાથે સાવરિયા દ્વારા કૅરિયર શરૂ કરનાર સોનમે થૅંક યૂ, મૌસમ અને પ્લેયર્સ જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી, પણ આ ફિલ્મો ખાસ ન ચાલી. જોકે સોનમને રાંઝણા દ્વારા સફળતાનો પહેલો સ્વાદ ચાખવા મળ્યો.

સાત વર્ષે આમને-સામને
સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે સાત વર્ષ બાદ બૉક્સ ઑફિસે આમને-સામને છે. 2007માં દીપિકાની ઓમ શાંતિ ઓમ અને સોનમની સાવરિયા વચ્ચે બૉક્સ ઑફિસે ટક્કર થઈ હતી અને તેમાં દીપિકા વિજયી નિવડ્યા હતાં. આ વખતે કોણ જીતશે?

Beintehaa : ઝાઇન-આલિયા ફરી ‘એક’ બનશે?
Beintehaa : ઝાઇન બન્યો ડ્રાઇવર-પરાઠાવાલા, આલિયા કરશે સ્વીકાર?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
