Cannes2017: જ્યારે સોનમ ગોલ્ડન દિવા બની ઉતરી રેડ કાર્પેટ પર..
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 6ઠ્ઠા દિવસે સોનમ કપૂર રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી. ગોલ્ડન કલરના પ્રિન્સેસ ગાઉનમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017ના છઠ્ઠા દિવસે બોલિવૂડની ફેશન દિવા સોનમ કપૂર રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી. ગોલ્ડન કલરના પ્રિન્સેસ ગાઉનમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. કાન્સમાં આ સોનમનો બીજો દિવસ હતો, આ માટે તેણે પસંદ કરેલ એલે સાબનો ગાઉન ખૂબ જ સુંદર હતો. તસવીરો જોઇને તમે પણ સોનમના લુક પર ફિદા ન થઇ જાઓ તો કહેજો!

ફેશન દિવા
સોનમ અમસ્તી જ તો બોલિવૂડની ફેશન દિવા નથી કહેવાતી. તેના લુક્સમાં હંમેશા કંઇ નવું જોવા મળે છે, વળી તે દરેક સ્ટાયલને ખૂબ કોન્ફિડન્સ સાથે કેરી કરે છે. આથી જ કાન્સના તેના લુક માટે લોકો આતુર હતા અને સોનમે ફેશન ક્રિટિક્સ તથા તેના ફેન્સને નિરાશ નથી કર્યા. કાન્સ રેડ કાર્પેટના તેના બંન્ને લુક્સ શાનદાર રહ્યાં છે.

કાન્સમાં સોનમ
70મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ લોરિયલ બ્રાન્ડની એમ્બેસેડર તરીકે પહોંચી છે અને આ ઇન્ટરનેશનલ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે રેડ કાર્પેટ પર પહોંચી હતી. સોનમે બંન્ને દિવસે રેડ કાર્પેટ માટે એલે સાબના ગાઉન પર પસંદગી ઉતારી હતી. એલે સાબના આ ગોલ્ડન સાથે તેણે ડાયમન્ડ ઇયરરિંગ્સ પહેરી હતી.

કાન્સમાં સોનમનું 7મું વર્ષ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ સોનમનું 7મું વર્ષ છે. તેનો મેકઅપ લોરિયલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સિવાય તેની બહેન રેહા કપૂરે પણ સોનમને તૈયાર કરી હતી. સોનમ પોતાના સેકન્ડ રેડ કાર્પેટ લુકમાં અત્યંત સુંદર લાગી રહી હતી.

શું કહ્યું હતું સોનમે?
સોનમને જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અંગે પુછવામાં આવ્યું, તો તેણે કહ્યું હતું કે, આ વખતે મારો હેતુ માત્ર એક સારો અનુભવ લેવાનો છે. ડ્રેસ અને લુક્સ માટે મેં કોઇ ખાસ તૈયારીઓ નથી કરી. જો કે, સોનમની કાન્સની તસવીરો કંઇ બીજું જ કહી જાય છે.

કાન્સમાં બીજો દિવસ
કાન્સના બીજા દિવસનો બીજો લુક. અહીં સોનમ કપૂર સુંદર વ્હાઇટ સમર ડ્રેસમાં બ્લુ કફ્તાન સાથે જોવા મળી હતી. ડિઝાઇનર અબુ જાની-સંદીપ ખોસલાના આ આઉટફિટમાં સોનમ પરફેક્ટ લાગી રહી હતી.

ત્રીજો લુક
કાન્સના બીજા દિવસનો સોનમનો 3જો ડેટાઇમ લુક. અહીં તે મિન્ટ કલરના સુંદર એટાયરમાં જોવા મળી હતી. મસાબા ગુપ્તાએ ડિઝાઇન કરેલ આ આઉટફિટમાં સોનમ અત્યંત સ્ટાયલિશ અને સુંદર લાગી રહી હતી. સોનમની તમામ તસવીરો તેની બહેન રેહા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
