Photos: કાન્સ 2017નો સોનમ કપૂરનો હટકે લૂક
આશા મુજબ જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂરે પોતાની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાયલથી સૌને દંગ કરી દીધા હતા.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા અને દીપિકા બાદ રેડ કાર્પેટ પર જાદુ વિખેરવાનો વારો હતો સોનમ કપૂરનો. લોરિયલની ત્રીજી બ્રાન્ડ એમ્બેસેડર સોનમ કાન્સમાં ખૂબ જ સુંદર લૂક્સમાં જોવા મળી હતી. હંમેશની માફક તેણે પોતાના ટ્રેન્ડને ફોલો કરતાં કંઇક નવું કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. 70મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સોનમના પહેલા દિવસના બે સુંદર લુક્સ જુઓ અહીં..

એક્સપરિમેન્ટલ ક્વીન
સોનમને પોતાના આઉટફિટ્સ સાથે એક્સપરિમેન્ટ કરવું પસંદ છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. ક્યારેક આ માટે તેની આલોચના પણ થાય છે, પરંતુ સોનમ હાર નથી માનતી. કાન્સમાં પણ તેણે પોતાનો આ ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો. પહેલા દિવસે તે મલ્ટિ-કલર સાડીમાં નજરે પડી હતી.

સુંદર જ્વેલરી
કાન્સમાં તેણે મલ્ટિ-કલર સાડી સાથે સોબર ગોલ્ડન જ્વેરલી પસંદ કરી હતી. તેનો લૂક સિમ્પલ છતાં એલિગન્ટ હતો. આ પહેલાં દીપિકા અને ઐશ્વર્યા પોતાના ફર્સ્ટ લૂકમાં સમર ડ્રેસમાં જોવા મળ્યા હતા, પરંતુ સોનમે આ ટ્રેન્ડ ફોલો ન કરતાં સાડી પહેરી હતી અને તેનું આ એક્સપરિમેન્ટ ઘણે અંશે સક્સેસફુલ રહ્યું હતું.

રેડ કાર્પેટ લૂક
કાન્સ રેડ કાર્પેટ માટે સોનમે પિંક ગાઉન પર પસંદગી ઉતારી હતી. એથિનક થીમનો તેનો પિંક ગાઉન ખૂબ જ સુંદર હતો. તેણે એલે સાબનો પિંક ગાઉન પહેર્યો હતો, જે ખાસ તેના માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

રેડ કાર્પેટ પર જતાં પહેલાં....
રેડ કાર્પેટ પર જતાં પહેલા તેણે ફોટો શૂટ માટે આ જગ્યા પસંદ કરી હતી. એથનિક થિમના પિંક ગાઉન સાથે લાઇટ્સ વચ્ચે ઉભેલી સોનમ રોઝ ગોલ્ડ આભા ઊભી કરી રહી હતી. સોનમે કાન્સમાં પોતાના લૂક્સથી આ વખતે સૌનું મન જીતી લીધું છે.

સોનમ કપૂર
સોમન કપૂર તેના એલે સાબના આ ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી. લોરિયલના મિનિમલ મેકઅપ સાથે તેણે આ લૂકને કમ્પ્લિટ કર્યો હતો. કાન્સના રેડ કાર્પેટ પર ઇન્ડિયન ડિઝાઇનરના વર્કને શો-કેસ કરવાનું પોતાનું પ્રોમિસ તેણે પાળ્યું હતું.

એથનિક જ્વેલરી
સોનમે આ ગાઉન સાથે કલ્યાણની સુંદર એથનિક જ્વેલરી પર પસંદગી ઉતારી હતી. સોનમના કાન્સના લૂક્સ માટે બનેલ આ કસ્ટમાઇઝ્ડ જ્વેલરી અને ગાઉન, કોઇ પણ યુવતીના ડ્રીમ આઉટફિટ સમાન હતા.

રેડ કાર્પેટ પર સોનમ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાના ગ્રાફમાં ભલે સોનમ દીપિકા અને ઐશ્વર્યા કરતાં પાછળ હોય, પરંતુ પોતાના કાન્સના લૂક્સ થકી તેણે બંન્ને બોલિવૂડ દીવાને ટક્કર આપી છે. સોનમ ફરી એકવાર પોતાની ફેશન અને સ્ટાયલ સેન્સથી કાન્સમાં છવાઇ ગઇ હતી.
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
