સોનમ કપૂરનો નવો પ્રેમી આયુષ્માન ખુરાના !
મુંબઈ, 28 ડિસેમ્બર : અરે ચોંકી ગયા! અમે સોનમ કપૂરના અસલ નવા બૉયફ્રેન્ડની વાત નથી કરતાં, પણ અમે વાત કરી રહ્યાં છીએ સોનમ કપૂર અને આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ વિશે કે જેમાં બંને એક પ્રેમી-પ્રેમિકાના પાત્રમાં છે. બૉલીવુડમાં પોતાના ફૅશન અને ડ્રેસિંગ સેંસ માટે જાણીતાં સોનમક કપૂર ટુંકમાં યશ રાજ ફિલ્મ્સની ફિલ્મમાં નજરે પડશે. વિકી ડોનર ફિલ્મ દ્વારા મેન લીડ હીરો તરીકે ફિલ્મી કૅરિયર શરૂ કરનાર આયુષ્માન ખુરાના સોનમના પ્રેમી બનશે.

સોનમ કપૂર હાલ રાંઝણા ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે અને ટુંકમાં જ આ ફિલ્મ ખતમ કર્યા બાદ તેઓ યશ રાજ ફિલ્મ્સની આગામી ફિલ્મનું શુટિંગ શરૂ કરશે. તેમાં આયુષ્માન ખુરાના હીરો છે. ફિલ્મમાં ઋષિ કપૂર પણ નજરે પડશે. ઋષિ આ ફિલ્મમાં સોનમના પિતાના રોલમાં છે. ફિલ્મમાં સોનમ અને આયુષ્માન એક-બીજાને ખૂબ પ્રેમ કરે છે અને બંનેની વિચારસરણી સમાન છે કે પ્રેમના સહારે વગર પૈસે પણ જીવન સરળતાપૂર્વક પસાર કરી શકાય છે. બીજી બાજુ ઋષિનું માનું છે કે આ બધુ બકવાસ છે અને પસા વગર પ્રેમનો કોઈ અસ્તિત્વ શક્ય નથી.
ઋષિ કપૂર દરેક વખતે બંને સામે કેટલાંક નવા પડકારો ધરે છે અને બંને ખુશી-ખુશી પડકારોનો સામનો કરે છે. આયુષ્માન આ અગાઉ વિકી ડોનરમાં મુખ્ય રોલમાં આવી ચુક્યાં છે અને તેમની એક્ટિંગ વખણાઈ પણ છે. હવે ટુંકમાં જ તેઓ નૂપુર અસ્થાનાના દિગ્દર્શનમાં બનનાર આ ફિલ્મમાં પણ તેઓ સોનમ સાથે નજરે પડશે. શુટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે.












Click it and Unblock the Notifications
