Video: કેન્સર સામે લડી રહેલી સોનાલી બેન્દ્રેની પોતાને હિંમત આપતી નવી પોસ્ટ
ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રે માટે આ સમય ઘણો મુશ્કેલીભર્યો છે કારણકે તે કેન્સરગ્રસ્ત છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર ફરીથી એક પોસ્ટ લખી છે.
ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રે માટે આ સમય ઘણો મુશ્કેલીભર્યો છે કારણકે તે કેન્સરગ્રસ્ત છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે જેમાં તેણે જણાવ્યુ કે અચાનક જ આ બિમારીનો ખુલાસો થયો છે. તે પોતાના ડૉક્ટરોની સલાહ પર હવે ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહી છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં તે સતત પોતાના ફેન્સ અને દોસ્તો સાથે જોડાયેલી રહે છે અને પોતાની સ્થિતિ વિશે જણાવે છે. આજે ફરીથી સોનાલી બેન્દ્રેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી છે...

આપણે અંદરથી કેટલા મજબૂત છીએ
અભિનેત્રી લખે છે કે હું પોતાના મનપસંદ લેખક ઈઝાબેલ એલેડે વિશે જણાવુ છુ જે લખે છે કે આપણે નથી જાણતા કે આપણે અંદરથી કેટલા મજબૂત છીએ જ્યાં સુધી આપણને આપણી તાકાત બતાવવા માટે મજબૂર કરવામાં ન આવે. આગળ લખે છે કે પહેલાના સમયમાં યુદ્ધ અને ત્રાસના સમયમાં લોકો એકથી એક ચડિયાતી વસ્તુઓ કરતા હતા કે કે જે ઘણી અદભૂત હતી.
|
લેખકની વાર્તાઓ મને લડવાની હિંમત આપે છે
આ ઉપરાંત સોનાલી લખે છે કે સતત તેમના પ્રિયજનો પાસેથી તેને જે પ્રેમ મળી રહ્યો છે તેમની તે આભારી છે. વળી, તે લખે છે કે મારા મનપસંદ લેખકની વાર્તાઓ મને લડવાની હિંમત આપે છે અને પોતાના લોકોએ મારી આમાં મદદ કરી છે. આનાથી મને લાગે છે કે આ લડાઈમાં હું એકલી નથી. સોનાલી કહે છે કે તે એક સકારાત્મક વિચાર સાથે આ લડાઈ સામે લડી રહી છે. આ પહેલા પણ સોનાલીની એક પોસ્ટ આવી હતી જેમાં તેણે લખ્યુ હતુ.....
હું પોતાને ભાગ્યશાળી માનુ છુ
જ્યારે તમે તમારા જીવનથી કંઈક વધુ અપેક્ષા રાખો છો ત્યારે જ તમારી સામે જીવન કંઈક એવી રીતે પ્રહાર કરે છે જે તમને ઘાયલ કરી દે છે. હાલમાં હું એક ભયંકર બિમારી કેન્સર સામે લડી રહી છુ જે મને ઘણી પીડા પહોંચાડી રહી છે. તેણે કહ્યુ કે હું એક વાતથી ખુશ પણ છુ કે આ હાલતમાં મારા પરિવાર અને મિત્રો મારી સાથે છે જેના કારણે મને હિંમત મળી રહી છે. હું એ બધાનો આભાર માનવા ઈચ્છુ છુ જેમણે આ મુશ્કેલ સમયમાં મારો સાથે છોડ્યો નથી અને મારી સાથે ઉભા છે. આના માટે હું પોતાને ભાગ્યશાળી માનુ છુ અને તમારા સૌનો આભાર વ્યક્ત કરુ છુ. તમને જણાવી દઈએ કે સોનાલી ન્યૂયોર્કમાં પોતાની કેન્સરની બિમારીનો ઈલાજ કરાવી રહી છે. તેણે આજે આ પોસ્ટ દ્વ્રારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે અને સાથે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
