એસઓએસ પ્રમોટ કરવાં આઈજીટી પહોંચી સોનાક્ષી : જુઓ તસવીરો
મુંબઈ, 27 ઑક્ટોબર : એક તરફ શાહરુખ ખાન પોતાની જબ તક હૈ જાન ફિલ્મને બૉક્સ ઑફિસે સફળતા અપાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યાં છે કારણ કે આ ફિલ્મ તેમના સૌથી ચહેતા યશ અંકલની છેલ્લી ફિલ્મ છે, તો બીજી બાજુ અજય દેવગણ પણ પોતાની સન ઑફ સરદાર (એસઓએસ) ફિલ્મના પ્રમોશનમાં કોઈ પણ જાતની કચાસ છોડવા નથી માંગતા. આ બંને ફિલ્મો એક સાથે દીવાળીના દિવસે 13મી નવેમ્બરે રિલીઝ થવાની છે. પ્રમોશન ઇવેન્ટથી માંડી નાના પડદાના રીયાલિટી શોમાં પણ બંને એક્ટરો પોત-પોતાની ફિ્લ્મને પ્રમોટ કરવા મથી રહ્યાં છે.
તાજેતરમાં જ અજય દેવગણ પોતાની આખી એસઓએસ ટીમ એટલે કે સોનાક્ષી સિન્હા અને સંજય દત્ત સાથે સલમાન ખાનના શો બિગ બૉસમાં પહોંચ્યા હતાં અને તેના તરત બાદ શાહરુખ ખાન પણ કૅટરીના કૈફ સાથે જબ તક હૈ જાનના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનના શરણે કૌન બનેગા કરોડપતિ (કેબીસી) આવી પહોંચ્યાં.
હવે આજે રાત્રે કલર્સના રિયાલિટી શો ઇન્ડિયા'સ ગૉટ ટૅલેંટ (આઈજીટી)માં સોનાક્ષી સિન્હા પોતાની ફિલ્મ સન ઑફ સરદારનું પ્રમોશન કરતાં નજરે પડશે. સોનાક્ષી સિન્હાએ આઈજીટીમાં આવી કરણ જૌહર, કિરણ ખેર તેમજ ફરાહ ખાન સાથે ખૂબ મસ્તી કરી તથા સાથે જ પોતાની ફિલ્મ પ્રમોટ પણ કરી.
આ અગાઉ પણ સોનાક્ષી ફિલ્મ જોકરના પ્રમોશન માટે ઝી ટીવીના લિટલ માસ્ટર્સમાં ગઈ હતી. ત્યાં પણ તેણે એકલાં જ પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું, કારણ કે ફિલ્મના હીરો અક્ષય કુમરે ફિલ્મના પ્રમોશન મુદ્દે હાથ ઊંચા કરી નાંખ્યા હતાં, પરંતુ આ વખતે આઈજીટીના સેટે સોનાક્ષી એકલી કેમ પહોંચી, તે હકીકતમાં વિચારવા યોગ્ય બાબત છે.

સન ઑફ સરદાર પ્રમોટ કરતી સોનાક્ષી
સન ઑફ સરદારના પ્રમોશન માટે અજય દેવગણ પોતાની આખી ટીમ સાથે લાગેલાં છે. તાજેતરમાં જ તેઓ સલમાન ખાનના બિગ બૉસમાં પણ પહોંચ્યા હતાં. હવે સોનાક્ષી સિન્હા સન ઑફ સરદારના પ્રમોશન માટે કલર્સના શો ઇન્ડિયા'સ ગૉટ ટૅલેંટમાં પહોંચી છે.

ખૂબ કરી મસ્તી
આઈજીટીના ત્રણે જજિસ કિરણ ખેર, કરણ જૌહર તેમજ ફરાહ ખાન સોનાક્ષીને પોતાની વચ્ચે પામી બહુ રાજી હતાં. ત્રણેય જજિસ સાથે સોનાક્ષી પણ આખા એપિસોડ દરમિયાન ખૂબ મસ્તી કરી.

બીજી વાર એકલી
આ અગાઉ પણ ફિલ્મ જોકરના પ્રમોશન વખતે સોનાક્ષી એકલી જ ઝી ટીવીના લિટલ માસ્ટર્સ શોમાં પહોંચી હતી. આ વખતે પણ તે આઈજીટીના સેટ ઉપર એકલી જ આવી. તે અંગે સૌ વિચારે ચડ્યાં છે.

જજિસને કર્યા ઇમ્પ્રેસ
પોતાના સેંસ ઑફ હ્યુમર તેમજ પોતાની વાતો દ્વારા સોનાક્ષીએ ત્રણે જજિસને ખૂબ ઇમ્પ્રેસ કર્યાં. તેણે પોતાની ફિલ્મ એસઓએસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શૅર કરી અને શોના પ્રતિસ્પર્ધીઓના ટૅલેંટની ખૂબ પ્રશંસા કરી.

પ્રતિસ્પર્ધીઓ સાથે ઠુમકાં
આઈજીટીના તમામ પ્રતિસ્પર્ધીઓના સોનાક્ષીએ ખૂબ વખાણ કર્યાં. એક પ્રતિસ્પર્ધીએ સોનાક્ષી સાથે સ્ટેજ પર ડાંસ કરવાની ઇચ્છ વ્યક્ત કરી, તો સોનાક્ષીએ સ્ટેજ પર આવી પોતાના ડાંસ વડે સૌનું મનોરંજન પણ કર્યું.

મનીષ પૉલે હસાવ્યાં
શોને હોસ્ટ કરતાં એંકર મનીષ પૉલ સાથે સોનાક્ષીએ ખૂબ મજા કરી. મનીષ પૉલની એંકરિંગના તમામ લોકો ફૅન છે. મનીષે પોતાના સેંસ ઑફ હ્યુમર તેમજ રસપ્રદ એંકરિંગ વડે સોનાક્ષનું દિલ પણ જીતી લીધું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
