ફરાહ ખાન સાથે કોઈ ગેરસમજ નથી : સોનાક્ષી
મુંબઈ, 6 નવેમ્બર : દબંગ ફિલ્મથી બૉલીવુડમાં પગલા મુકતાં જ એક પછી એક હિટ ફિલ્મો આપનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે તેમના દિલમાં ફરાહ ખાન અંગે કોઈ પણ પ્રકારની ખરાબ ફીલિંગ નથી. સાથે જ સોનાક્ષીએ એમ પણ જણાવ્યું કે ફરાહ ખાન અને તેઓ એક-બીજા સાથે ખૂબ ફ્રેન્ડ્લી છે અને ફરાહ કાયમ તેમની સાથે સારી રીતે જ વર્ત્યાં છે.

સોનાક્ષી સિન્હા અને ફરાહ ખાન વચ્ચે કઈંક ગેરસમજ ઊભી થઈ છે. એવા સમાચાર ત્યારે આવ્યા કે જ્યારે ફરાહ ખાન અને શિરીષ કુંદરની ફિ્લમ જોકર દરમિયાન તેના પ્રમોશનથી ફિલ્મ એક્ટર અક્ષય કુમાર અળગા રહ્યાં. જોકે સોનાક્ષીએ નાના પડદાથી લઈ દરેક ઇવેન્ટ દરમિયાન એકલાં જ આ ફિલ્મનું પ્રમોશન કર્યું, પરંતુ આમ છતાં જ્યારે ફરાહ ખાને જણાવ્યું કે એક્ટરોએ તેમની ફિલ્મ સાથે જ રહેવું જોએ. ભલે ફિલ્મ સારી હોય કે ખરાબ. હું તેવા એક્ટરો સાથે જ કામ કરવાનું પસંદ કરીશ કે જેઓ ફિલ્મ સાથે જ જળવાઈ રહે, નહિં કે નાની-નાની વાતોએ અળગા થઈ જાય. સોનાક્ષી ઘણાં નારાજ થઈ ગયાં અને તેમણે જણાવ્યું કે ફરાહે આ રીતે ના કહેવું જોઇએ.
સોનાક્ષીએ જણાવ્યું - હું પ્રમોશનનો ભાગ હતી. એમ કહેવું ખોટું છે કે મેં ફિલ્મ પ્રમોટ નથી કરી. હું જાણુ છું કે મારા અંગે પણ ઘણું બધું કહેવાયું અને તે લખાવાયું છે. મને નથી લાગતું કે બૉક્સ ઑફિસ રિઝલ્ટ બે લોકો વચ્ચેની ઇક્વેશનને બદલી નાંખે છે. ફરાહ મારી સાથે કાયમ જ સારી રીતે વર્તતા આવ્યાં છે અને મારા મનમાં તેમના અંગે કોઈ પણ પ્રકારની ખરાબ લાગણી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
