દબંગ ગર્લના તેવર : ઘોડે ચઢી આખી ટીમને આશ્ચર્યમાં મૂકી!
મુંબઈ, 23 મે : દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ ઘોડેસ્વારી કરી લોકોને આશ્ચર્યમાં નાંખી દીધાં છે. લોકો જ નહીં, પણ સોનાક્ષીએ જે તેવર ફિલ્મના સેટ ઉપર ઘોડેસ્વારી કરી, તે ફિલ્મના સભ્યો પણ આશ્ચર્યમાં ગરક થઈ ગયાં.
રમત-ગમત તથા આનંદપ્રિય સોનાક્ષી સિન્હા આજકાલ અર્જુન કપૂર સાથેની ફિલ્મ તેવરના શૂટિંગમાં વ્યસ્ત છે. સોનાક્ષી ફિલ્મના એક દૃશ્યનું શૂટિંગ કરી રહ્યા હતાં, ત્યારે તેમની નજર આજુબાજુ ઊભેલા ઘોડાઓ ઉપર પડી. સોનાક્ષી એક ઘોડા પર બેસી ગયાં અને એકલા જ ઘોડેસ્વારી માટે નિકળી પડ્યાં.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

તેવરના સેટ પર ઘોડાઓ
એક સૂત્રે જણાવ્યું - મેળાના દૃશ્ય માટે તેવરના સેટ પર અનેક ઘોડાઓ લાવવામાં આવ્યા હતાં.

સોનાને ગમે છે ઘોડા
સોનાક્ષી સિન્હાને ઘોડા પસંદ છે. દૃશ્ય શરૂ થવામાં થોડોક સમય હતો અને સોનાક્ષી સિન્હા આગળ આવ્યા તથા એક ઘોડા પર સવાર થઈ ગયાં.

પંદર મિનિટ ઘોડેસ્વારી
સોનાક્ષી સિન્હાએ લગભગ 15 મિનિટ ઘોડેસ્વારી કરી.

આશ્ચર્યમાં મુકાઈ ટીમ
સોનાક્ષી સિન્હાને ઘોડેસ્વારી કરતા જોઈ તેવર ફિલ્મની આખી ટીમ આશ્ચર્યમાં મુકાઈ ગઈ.

ટ્રેન્ડ ઘોડેસ્વાર
બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હાના દીકરી સોનાક્ષી સિન્હા એક ટ્રેન્ડ ઘોડેસ્વાર છે.

બાળપણથી ઘોડેસ્વારી
સોનાક્ષી સિન્હા 10-14 વર્ષની વયથી જ એટલે કે બાળપણથી જ ઘોડેસ્વારી કરતા રહ્યાં છે.

ભવિષ્યમાં ફિલ્મ બનાવીશ
સોનાક્ષીએ જણાવ્યું - મારી પાસે શૉટગન મૂવીઝ નામે પ્રોડક્શન હાઉસ છે કે જે મારા ભાઇઓ ચલાવી રહ્યાં છે. તેઓ સારી સ્ક્રિપ્ટ પામવા માટે કામ કરે છે. મને વિશ્વાસ છે કે હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો ભાગ રહીશ.

હાલ અભિનય
સોનાક્ષી કહે છે - હું જે અંગે બહેતર જાણુ છું, તે અભિનય છે. તેથી મને લાગે છે કે હું જેને સારી રીતે જાણુ છું, તેની પર ધ્યાન આપવું જોઇએ. કદાચ ભવિષ્યમાં ફિલ્મ બનાવીશ, પણ હાલ એવી કોઈ યોજના નથી.

ફિલ્મોની કમી નથી
સોનાક્ષી સિન્હા કહે છે કે તેમની પાસે હાલ ફિલ્મોની કમી નથી. સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મોમાં તેવર અને હૉલીડેનો સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
