લુટેરાની રિલીઝ પહેલાં સોનાક્ષી બીમાર, જયપુર પ્રમોશન ટ્રિપ રદ્દ
મુંબઈ, 3 જુલાઈ : આગામી 5મી જુલાઈએ રૂપેરી પડદે આવતી એકતા કપૂર નિર્મિત લુટેરા ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે ચાલુ જ છે, પરંતુ તેની ઉપર બ્રેક ત્યારે લાગી ગયું કે જ્યારે અભિનેત્રી સોનાક્ષી સિન્હા બીમાર થઈ ગયાં. તેથી જયપુરની પ્રમોશન ટ્રિપ રદ્દ કરવી પડી. જયપુરમાં સોનાક્ષી વગર જ રણવીર સિંહ પહોંચ્યાં, પરંતુ સોનાક્ષી વગર પ્રમોશન ફીકુ રહ્યું.

રણવીર સિંહે મીડિયાને જણાવ્યું કે સતત પ્રમોશનના કારણે સોનાક્ષી સિન્હા ખૂબ થાકી ગયા હતાં અને તેથી તેઓ બીમાર થઈ ગયાં. અફસોસની વાત છે કે તેઓ જયપુર ન આવી શક્યાં. જોકે ફિલ્મના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. તાજેતરમાં જ યોજાયેલ સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પણ બૉલીવુડની અનેક હસ્તીઓએ લુટેરા ફિલ્મના વખાણ કર્યા હતાં.
ફિલ્મના નિર્માતા એકતા કપૂર ફિલ્મના પ્રેઝેંટેશનથી ખાસા પ્રભાવિત છે. તેથી એકતા પોતાની આ ફિલ્મને પોતાના ફૅન્સને બતાવવા માંગતા હતાં. તેથી તેમણે મુંબઈના સ્ટુડિયોમાં પોતાના ફૅન્સ માટે આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજ્યું કે તેમાં લુટેરા ફિલ્મની ટીમ ઉપરાંત બૉલીવુડના દિગ્ગજો પહોંચ્યા ફિલ્મ જોવા અને મન મૂકીને વખાણ કર્યાં.
નોંધનીય છે કે લુટેરા ફિલ્મનું દિગ્દર્શનક વિક્રમાદિત્ય મોટવાણીએ કર્યું છે કે જેમણે ઉડાન ફિલ્મ બનાવી હતી. ફિલ્મના નિર્માતાઓમાં એકતા કપૂર ઉપરાંત અનુરાગ કશ્યપ તથા વિક્રમાદિત્યનો પણ સમાવેશ થાય છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
