સોનાક્ષી સિન્હાએ કરી લીધી સગાઇ, મંગેતર સાથે પ્રથમ તસવીર આવી સામે
બોલિવૂડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ ફોટામાં સોનાક્ષી કોઈનો હાથ પકડેલી જોવા મળી રહી છે. આ સાથે સોનાક્ષીએ એક ખાસ વીંટી પણ પહેરી છે. આવી સ્થિતિમાં, સવાલ
બોલિવૂડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ ફોટામાં સોનાક્ષી કોઈનો હાથ પકડેલી જોવા મળી રહી છે. આ સાથે સોનાક્ષીએ એક ખાસ વીંટી પણ પહેરી છે. આવી સ્થિતિમાં, સવાલ ઉઠી રહ્યો છે કે શું સોનાક્ષી સિંહાએ સગાઈ કરી લીધી છે, તેને જોઈને લાગે છે કે સોનાક્ષીને તેનો રાજકુમાર મળી ગયો છે.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે સોનાક્ષીએ સગાઈ કરી લીધી છે. જોકે અભિનેત્રીએ તેની ત્રણ તસવીરો સાથે સંકેત આપ્યો છે કે તેના જીવનમાં ઘણું બધું થવાનું છે. જેની તે વર્ષોથી રાહ જોઈ રહી હતી. આ તસવીરમાં સોનાક્ષી કોઈનો હાથ પકડેલી જોવા મળી રહી છે. પરંતુ તે કોણ છે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.

મિસ્ટ્રી મેન ઝહીર ઈકબાલ
રિપોર્ટ્સ અનુસાર આ મિસ્ટ્રી મેન ઝહીર ઈકબાલ છે. આ પહેલા પણ ઘણી વખત ઝહીર ઈકબાલનું નામ સોનાક્ષી સિંહા સાથેના સંબંધોને લઈને જોડાઈ ચૂક્યું છે. ઝહીર ઈકબાલ, સલમાન ખાન અને સોનાક્ષી સિંહા વચ્ચે પણ ખાસ કનેક્શન છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ વચ્ચે મિત્રતા
પ્રાપ્ત માહિતી અનુસાર, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ વચ્ચે મિત્રતાની શરૂઆતનું કારણ સલમાન ખાન બન્યો છે. ઝહીર ઈકબાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો છે. વર્ષ 2014માં તેણે સોહિલ ખાનની ફિલ્મ જય હોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

ઝહીર ઇકબાલનું નિવેદન
આ પછી, તેણે નોટબુક, ડબલ એક્સએલમાં હીરો તરીકે અભિનયની દુનિયામાં પણ પ્રવેશ કર્યો. થોડા દિવસો પહેલા જ એક ઈન્ટરવ્યુમાં ઝહીરે પોતાની લવ લાઈફ વિશે કહ્યું હતું કે હું ઘણા સમયથી આ બધું સાંભળી રહ્યો છું. મને આની પરવા નથી. જો તમે આવું વિચારતા હોવ તો સારું રહેશે. સોનાક્ષી અને હું સાથે છીએ એ વિચારીને જો તમને ખુશી થાય તો એ ખુશીની વાત છે. જો તમે તેના વિશે વિચારીને દુઃખી છો, તો મને માફ કરશો, તેના વિશે વિચારવાનું બંધ કરો.

મિસ્ટ્રી મેન સાથે તેની તસવીરો શેર કરીને લખ્યું
સોનાક્ષી સિન્હાએ મિસ્ટ્રી મેન સાથેની પોતાની તસવીરો શેર કરી અને લખ્યું કે આ મારા માટે મોટો દિવસ છે. મારું એક સૌથી મોટું સપનું સાકાર થવાનું છે. હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
